ભાજપ સતત નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે જાડાણનો આરોપ લગાવી રહી છે.
(એ.આર.એલ),મુંબઇ,તા.૧૬
અજિત પવારે ભાજપના વિરોધ છતાં માનખુર્દ શિવાજી નગરથી એનસીપી(અજિત પવાર જૂથ)ના નેતા નવાબ મલિકને ટિકિટ આપી છે. આ ઉપરાંત તેમની પુત્રી સના મલિકને પણ અનુશÂક્ત નગરથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપ સતત નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે જાડાણનો આરોપ લગાવી રહી છે. આ અંગે નવાબ મલિકે હવે કહ્યું છે કે જે લોકો તેને દાઉદ ઈબ્રાહિમ સાથે જાડી રહ્યા છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
નવાબ મલિકે કહ્યું, જે લોકો તેને દાઉદ ઈબ્રાહિમ સાથે જાડી રહ્યા છે તેમને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેણે કહ્યું કે, મની લોન્ડરિંગના આરોપો સાથે, હું દાઉદ કનેક્શન અને આતંકવાદના ખોટા આરોપોનો પણ સામનો કરી રહ્યો છું. આ ખોટા આરોપોથી મારી છબી ખરડાઈ રહી છે. જા આ આરોપો લગાવનારાઓ મારી પાસેથી માફી નહીં માંગે, ભલે તેઓ ગમે તેટલા મોટા નેતા હોય, મારા વકીલ તેમને કાનૂની નોટિસ મોકલશે અને તેમની સામે પગલાં લેશે.
બીજેપી પાર્ટીના નેતાઓ સતત નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે કનેક્શન હોવાનો આરોપ લગાવી રહ્યા છે. મહાયુતિ ગઠબંધનમાં હોવા છતાં, અજિત પવારે ભાજપના સતત વિરોધ છતાં નવાબ મલિકને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમના માટે પ્રચાર કરવા પણ આવ્યા હતા. અજિત પવારે નોમિનેશનના છેલ્લા દિવસે નવાબ મલિકના નામની જાહેરાત કરી હતી. તે જ સમયે, એકનાથ શિંદેની શિવસેનાએ આ બેઠક પરથી સુરેશ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે.
નવાબ મલિકે કહ્યું કે, ભાજપ પ્રત્યે તેમનું વલણ પહેલા જેવું જ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ક્યારેય સીએમ યોગી આદિત્યનાથના નારા “બટેંગે ટુ કટંગે”ને સમર્થન નહીં આપે. ધર્મ પર આધારિત રાજનીતિ લાંબો સમય ચાલશે નહીં. ચૂંટણી પંચે તેની સામે કડક કાર્યવાહી કરવી જાઈએ. જ્યારે નવાબ મલિકને પૂછવામાં આવ્યું કે તેઓ મહાયુતિમાં સામેલ અજિત પવારને કેમ સમર્થન આપી રહ્યા છે તો તેમણે કહ્યું કે, જ્યારે હું જેલમાં હતો ત્યારે અજિત પવારે મારા પરિવારને ઘણી મદદ કરી હતી. એટલા માટે હું તેમની સાથે ઉભો છું. અજિત પવાર મારા નેતા છે. અજિત પવાર સિવાય હું ગઠબંધનમાં કોઈને પણ મારો નેતા માનતો નથી.
નવાબ મલિકે પીએમ મોદી વિશે વધુમાં કહ્યું કે, પીએમ મોદી કોઈ નેતા નથી, તેઓ દેશના વડાપ્રધાન છે. હું એનડીએ માં જાડાવાનો અર્થ એ નથી કે મેં તેમની વિચારધારાને સમર્થન આપવાનું શરૂ કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, હું કોઈ ડરના કારણે અજિત પવારની પાર્ટીમાં જાડાયો નથી. નવાબ મલિક કોઈથી ડરતા નથી. આવા આરોપો આવતા રહે છે, પરંતુ હું આમાં સમાધાન નહીં કરું