મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય બનેલ છે. બાલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં ફસાયા પછી જ નવાબ મલિક ચર્ચામાં રહેતા થયા છે.
તેઓ સતત એનસીબી અધિકારી સમીર વાનખેડે પર સતત નિવેદન આપતા રહે છે. તેઓ સતત સમીર ઉપર કોઈને કોઈ ગંભીર આરોપ લગાવતા હતા. એટલું જ નહિ સમીર સાથે સાથે તેઓ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ, સાળી અને પિતા ઉપર પણ ઘણા આરોપ લગાવતા હતા.
આર્યન ખાન જેલમાંથી છૂટ્યા પછી પણ નવાબ મલિકે સમીર વાનખેડે અને તેના પરિવારને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. આ બંનેની આ ચર્ચા પણ કોર્ટ સુધી પહોંચી હતી. નવાબ મલિકે ઘણા ગંભીર આરોપો લગાવ્યા બાદ અને તેના પર તપાસ શરૂ કર્યા બાદ એનસીબીએ સમીર વાનખેડેને આર્યન ખાન કેસમાંથી પણ હટાવી દીધો હતો.
હવે હમણાં જ તેમણે આપેલ નિવેદન પ્રમાણે તેઓ કહે છે કે તેમના ઘરે પણ કોઈપણ સમયે સરકારી અધિકારી આવી શકે છે. વાત એમ છે કે નવાબ મલિકનો આ ઈશારો કેન્દ્રીય તપાસ એજન્સી તરફ હતો. સમીર વાનખેડે મુદ્દે તેમણે બોમ્બે હાઇકોર્ટ પાસે માફી માંગી લીધી છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક એ એક ટવીટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, ‘સાથિયો સાંભળ્યું છે મારા ઘરમાં આજકાલમાં જ કોઈ સરકારી મહેમાન આવવાના છે. અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ડરવું એટલે રોજ રોજ મરવું, આપણે ડરવાનું નથી, લડવાનું છે, ગાંધી લડ્યા હતા અંગ્રેજાથી અને આપણે લડીશું ચોરોથી.’
સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ વાનખેડેએ નવાબ મલિક વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. બીજી તરફ, નવાબ મલિકે સમીર વાનખેડે પર કરેલી ટિપ્પણી માટે હાઈકોર્ટમાં બિનશરતી માફી માંગી છે. આ મામલામાં કોર્ટે નવાબ મલિકને ફટકાર લગાવતા કહ્યું કે કોર્ટના આદેશ બાદ પણ તમે NCB ઓફિસર સમીર વાનખેડે વિરુદ્ધ ટિપ્પણી કરવાનું ચાલુ રાખ્યું. તેના જવાબમાં નવાબ મલિકે માફી માગતા કહ્યું કે તેમનો કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવાનો ઈરાદો નથી.
નવાબ મલિકે આ દરમિયાન માફી માંગતા કહ્યું હતું કે એકવાર પત્રકારના સવાલનો જવાબ આપ્યો હતો તેમાં કોર્ટના આદેશનું ઉલ્લઘન થઇ ગયું હતું. જા કે પછી જજ એસજે કાઠવાલા અને મિલિન્દ જાધવની સુનાવણી કરતા નવાબ મલિકને અધિકારી સમીર વાનખેડે પર ટિપ્પણી નહિ કરવા માટે ખુબ કડક રીતે કહ્યું છે.’તમને જણાવી દઈએ કે આ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને નોરકોટિક્સ કંટ્રોલ બ્યુરો મુંબઈમાં ‘આતંક’ ફેલાવી રહ્યા છે. આ સાથે નવાબ મલિકે ફરી દાવો કર્યો કે જહાજમાંથી પ્રતિબંધિત દવાઓની કથિત રિકવરી સાથે સંબંધિત કેસ નકલી છે અને ધરપકડ માત્ર વોટ્‌સએપ વાતચીતના આધારે કરવામાં આવી છે.