મહારાષ્ટ્રમાં ડ્રગ્સ કેસની તપાસ હવે કાયદાકીય લડાઈનું સ્વરૂપ લઈ રહી છે. રાજ્ય સરકારમાં મંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિકની પુત્રી નીલોફર મલિકે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને કાનૂની નોટિસ મોકલીને માફીની માંગણી કરી છે. નવાબ મલિકે કહ્યું- “મારી દીકરીએ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મારા જમાઈના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યાના આરોપો પર લીગલ નોટિસ મોકલી છે. જો તે માફી નહીં માંગે તો અમે ફડણવીસ સામે માનહાનિની નોટિસ મોકલીશું.
આ સાથે નવાબ મલિકે જણાવ્યું હતું કે આજે દ્વારકામાંથી પણ ડ્રગ્સ ઝડપાયું છે. સવાલ એ થાય છે કે શું ગુજરાતમાંથી ડ્રગ્સની રમત નથી ચાલતી. દ્વારકામાં ડ્રગ્સ પકડાયું, શું સંયોગ છે? ડીજી એનસીબીને વિનંતી કરે છે કે ૧૯૮૫નો કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો હતો કે દેશને ડ્રગ ફ્રી બનાવવો જોઈએ. તેમણે કહ્યું કે ગુજરાતમાંથી ડ્રગ્સ આવે છે. ગુજરાત દેશની સામે ડ્રગ કનેક્શન સામે લાવશે.