નવાબંદર પોલીસે સીમરના દરિયામાં પ્રતિબંધિત ભેંસલા ટાપુ નજીકથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્‌યો છે. મહારાષ્ટ્ર પાસિંગની એક બોટમાંથી ૪૧૭ પેટી વિદેશી દારૂ અને બિયર સહિત કુલ રૂ. ૩૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ૧૦ ખલાસીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં ઝડપાયેલા ૯ પુખ્ત આરોપીઓને શુક્રવારે ઉના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ૫ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે ૩ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ મંજૂર થયા બાદ તમામ આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે ઉના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.