બાબરા તાલુકાના નવાણીયા ગામે વાડીએ રહેતા એક પરપ્રાંતીય પુરુષે બાઇક પરનો કાબુ ગુમાવતા ખાળિયામાં ઉતરી ગયું હતું. ઉપરાંત તાર ફેન્સીંગ સાથે અથડાતા મોત થયું હતું. આ અંગે મૂળ મધ્યપ્રદેશના જોબટ જિલ્લાના નેતડા માલ ફળીયા ખાતે રહેતા રણજીતભાઈ ગ્યાનસિંહ ભુરીયાએ જાહેર કર્યા મુજબ, તેમના પિતા ગ્યાનસિંહ ધ્યાનસિંહ ભુરીયા ત્રણ દિવસ પહેલા રાત્રે પોણા નવ વાગ્યે બાઇક લઇને પસાર થતા હતા ત્યારે સંતુલન ગુમાવતાં ખાળિયામાં ઉતરી ગયા હતા અને તાર ફેન્સીંગ સાથે અથડાવાથી ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું. બાબરા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર વી.સી.બોરીચા વધુ તપાસ કરી રહ્યા છે.