નવાઝુદ્દીન સિદ્દીકી હિન્દી સિનેમાના બેસ્ટ અભિનેતા છે. તેને કોઈ ઓળખની જરૂર નથી. હાલમાં તે જે પદ પર છે તેના માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. તેણે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે અને ઘણા એવોર્ડ જીત્યા છે.અભિનેતાને મળેલા એવોર્ડની યાદી ઘણી લાંબી છે, હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે અને તે છે આંતરરાષ્ટ્રીય એવોર્ડ.
જે અભિનેતાને ફ્રેન્ચ રિવેરા ફિલ્મ ફેસ્ટીવલમાં મળ્યો હતો. તેમને આ એવોર્ડ એમી એવોર્ડ વિજેતા અમેરિકન અભિનેતા વિન્સેન્ટ ડી પોલ દ્વારા આપવામાં આવ્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીને આ એવોર્ડ મળ્યો છે તે ભારત માટે ગર્વની વાત છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે અભિનેતાને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ તેને ઘણી વખત આ સન્માન મળી ચુક્યું છે. ‘ફ્રેન્ચ રિવેરા ફિલ્મ ફેસ્ટીવલ’માં હાજરી આપતી વખતે નવાઝુદ્દીને વિશ્વભરના કલાકારો સાથે હૂંફાળું આલિંગન શેર કર્યું હતું. એક તસવીરમાં નવાઝુદ્દીન પ્રખ્યાત તુર્કી એક્ટર કેન્સેલ એળ્સિનને ગળે લગાવતો જોવા મળ્યો હતો. નવાઝુદ્દીને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પોતાની ચમક ફેલાવી છે. તેની કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં એવોર્ડ મેળવવા માટે પણ પસંદગી કરવામાં આવી છે. નવાઝુદ્દીન સ્ક્રીન ઇન્ટરનેશનલના એડિટર નિગેલ ડેલી અને પુરસ્કાર વિજેતા પોલિશ નિર્દેશક જેરોસ્લાવ માર્ઝેવસ્કી સાથે પણ ચેટ કરતો જોવા મળ્યો હતો.