ફિલ્મ ફેર મિડલ ઇસ્ટ અચિવર્સ નાઇટ કે જે દુબઇમાં યોજાયો હતો જેમાં નવાઝુદ્દીન સિદ્દકીને એક્સિલન્સ ઇન સિનેમાથી સન્માનિત કરવામાં આવ્યો છે. નવાઝુદ્દીને તલાશ, ગેંગ્સ ઑફ વાસેપુર. બદલાપુર, મામ, બજરંગી ભાઇજાન, દેખ ઇંડિયન સર્કસ, ધ લંચ બાક્સ, મંટો જેવી ફિલ્મમાં પોતાના અભિયનથી પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

નવાઝુદ્દીને જણાવ્યું હતું કે, ‘એક કલાકાર માટે દર્શકોના પ્રેમથી વધારે મોટું ઇનામ બીજું કાંઇ નથી હોતું અને મને ખુશી છે કે દુબઇમાં મને દર્શકોની વચ્ચે એક પુરસ્કાર મળ્યો.’ ગત વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી સુધીર મિશ્રા ડિરેક્શનમાં તૈયાર થયેલી સીરિઝ સીરિયસ મેન માટે એમી ઇન્ટરનેશનલ એવોર્ડ માટે નવાઝુદ્દીનને નામાંકિત કરવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં નામાંકિત થનાર તે એક માત્ર ભારતીય અભિનેતા હતો.