(એ.આર.એલ),નવસારી,તા.૫
આગામી ૪૮ કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ગુજરાત પર હાલમાં બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે આ આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટÙ અને કચ્છના ભાગોમાં છુટા-છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.
રાજ્યમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, સેલવાસ, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ભરૂચ અને ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં આૅફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની Âસ્થતિ સર્જાઈ છે.
નવસારી, વલસાડમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ૬ ઓગસ્ટે વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટÙ, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર,
આભાર – નિહારીકા રવિયા ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડશે તેમ જણાઈ રહ્યું છે. આગામી ૩ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. ૫ અને ૬ ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યના કુલ ૨૦૭ પૈકી ૪૮ જળાશયો સંપૂર્ણ ભરાયા છે. સૌરાષ્ટÙના ૧૪૧ પૈકી ૩૫ જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છના ૨૦ પૈકી છ અને દક્ષિણ ગુજરાતના ૧૩ પૈકી સાત જળાશયો સંપૂર્ણ ભરાયા છે. રાજ્યના ૨૦૬ પૈકી ૭૯ જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વો‹નગ પર છે. જેમાંથી ૯૦ ટકાથી વધુ ભરાયેલા છે. ૫૭ જળાશયો હાઈએલર્ટ પર છે. ૮૦થી ૯૦ ટકા ૧૨ જળાશયો એલર્ટ પર છે, તો ૭૦થી ૮૦ ટકા ભરાયેલા ૧૦ જળાશયો વો‹નગ પર છે.ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં ૬૩.૨૧ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં ૮૬.૪૭ ટકા, તો સૌરાષ્ટમાં સિઝનનો અત્યાર સુધીમાં ૭૬.૪૬ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં ૭૩.૯૨ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર ગુજરાતમાં ૪૫.૨૫ ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં ૪૪.૬૮ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.કાવેરી નદીના વહેણમાં ૧૨૦૦ જેટલા લોકો ફસાયા હતા. જેથી પોલીસે તમામનું રેસ્ક્યૂ કર્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૨ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ખેરગામમાં સવા ૯ ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ધરમપુરમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે.