નવસારીના મટવાડા અને સામાપોર ગામે ૧૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. હનુમાન જયંતીના ઉત્સવમાં પ્રસાદ આરોગતા લોકોની તબિયત બગડી હતી, જેમાં કેટલાક લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસડેવામા આવ્યા હતાં. જા કે, તમામ અસરગ્રસ્તોને સારવાર પછી રજા પણ આપી દેવાઈ છે.
જે બંને ગામમાં ૧૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં લોકોમાં ચિંતા વ્યાપી હતી. ભોજનમાં પીરસાયેલી છાશ અને કેરીનો રસ શંકાસ્પદ હોવાની ચર્ચા છે. જેના પગલે ફૂડ વિભાગે છાશ અને કેરીના રસના સેમ્પલ લઈ વધુ તપાસ શરૂ કરી છે.










































