નવસારીના ખેરગામ તાલુકામાં અરેરાટી જન્માવતી ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ તેના પુત્રની હત્યા કરી નાખી છે. ૨૦થી ૨૧ વર્ષીય પુત્ર ઊંઘી રહ્યો હતો ત્યારે પિતાએ માથામાં કુહાડીના ઘા ઝીંકી દીધો હતો. પિતાએ કયા કારણે પુત્રની હત્યા કરી નાખી તે વાત સામે આવી નથી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવની જોણ થયા બાદ ખેરગામ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બનાવ બાદ પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. પિતાએ કયા કારણોસર પુત્રની હત્યા કરી નાખી તે વાત સામે આવી નથી.
નવસારીના ખેરગામ તાલુકાના નારણપોર ગામ ખાતે આ બનાવ બન્યો છે. નારણપોર ગામ ખાતે ઝઘડિયા ફળિયામાં રહેતા એક પિતાએ તેના પુત્રની હત્યા કરી નાખી છે. જેમાં ગણેશભાઈ પટેલની તેના પિતા ભગુભાઈ પટેલે હત્યા કરી નાખી છે. મળતી માહિતી પ્રમાણે વહેલી સવારમાં પુત્ર ઊંઘી રહ્યો હતો ત્યારે પિતાએ પુત્રના માથામાં કુહાડીના ઘા મારી દીધા હતા. મોતને ભેટેલા યુવાનની ઉંમર ૨૦થી ૨૧ વર્ષ છે