નવરાત્રીના આયોજનને લઈને કડવા પટેલ સમાજ વાડી ખાતે અમરેલી જિલ્લા સમસ્ત પાટીદાર સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા સમસ્ત પાટીદાર સમાજના મુખ્ય સંયોજક પી.પી. સોજીત્રા, વજુભાઈ ગોલ અને ડી.કે. રૈયાણીના નવરાત્રી મહોત્સવની ઉજવણીના આહવાનને સૌએ બિરદાવ્યું હતું.
ઇફ્‌કો ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા, ઠાકરશીભાઈ મેતલિયા, દિનેશભાઈ ભુવા,એ.બી.કોઠીયા,શરદ ધાનાણીએ શાબ્દિક સંબોધન કર્યુ હતું.