અમદાવાદમાં આગામી ‘નવરાત્રીના આયોજન’ને ધ્યાનમાં રાખીને, ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા સુરક્ષા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. કોમર્શિયલ અને જાહેર સ્થળોએ ગરબાનું આયોજન કરનારાઓને સલામત અને સુવ્યવસ્થિત રીતે આ ઉત્સવ ઉજવી શકાય તે માટે આ ૩૨ મુદ્દાની માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત છે. આ નિયમો મુખ્યત્વે ફાયર સેફ્ટી, ઈમરજન્સી એક્ઝીટટ અને મેડિકલ ઇમર્જન્સી જેવી બાબતો પર કેન્દ્રિત છે. આયોજકોએ ગરબાના સ્થળે આગ સામે રક્ષણ માટે પૂરતા ઉપકરણો, જેમ કે ફાયર એક્સટિંગ્યુશર, રેતીની ડોલો અને પાણીની વ્યવસ્થા કરવી પડશે. ઈમરજન્સીની સ્થિતિમાં લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શકે તે માટે પૂરતા ‘ઈમરજન્સી એક્ઝીટ’ રાખવા અને તેના પર કોઈ અવરોધ ન હોય તે સુનિશ્ચિત કરવું.ગરબાના સ્થળની ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ આપવાની મનાઈ છે. આનાથી ભીડને કારણે થતી દુર્ઘટનાઓ અટકાવી શકાય છે. આયોજકોએ સ્થળની ક્ષમતા પ્રમાણે જ ટિકિટ અથવા પાસનું વિતરણ કરવું પડશે.આયોજકોએ ગરબાના સ્થળે વાહનોના પાર્કિંગ માટે પૂરતી જગ્યાની વ્યવસ્થા કરવી પડશે. આ માટે, ટ્રાફિક પોલીસ પાસેથી પણ ‘ર્દ્ગંઝ્ર’ (નો આૅબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવું ફરજિયાત છે. ઈમરજન્સી વાહનો, જેમ કે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ, સરળતાથી અવરજવર કરી શકે તે માટે પૂરતી જગ્યા છોડવી પડશે.ગરબાના સ્થળે પ્રાથમિક સારવાર માટેની વ્યવસ્થા, જેમાં ફર્સ્ટ-એઇડ કીટ અને તાલીમબદ્ધ કર્મચારીઓનો સમાવેશ થાય, તે રાખવી પડશે. જરૂર પડે તો તત્કાળ મેડિકલ સહાય મળી રહે તે માટે એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા રાખવી જરૂરી છે.આયોજકોએ આ માર્ગદર્શિકાનું પાલન કરવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ, સંબંધિત વિભાગો પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવીને, ફાયર વિભાગને લેખિતમાં તમામ દસ્તાવેજા સુપરત કરવાના રહેશે. તમામ મંજૂરીઓ ઈવેન્ટ શરૂ થાય તેના ‘ત્રણ દિવસ પહેલા’ મેળવી લેવી પડશે. અધૂરી અરજીઓ અથવા અપૂરતા દસ્તાવેજા સાથેની અરજીઓને ફાયરબ્રિગેડ દ્વારા સ્વીકારવામાં આવશે નહીં અને તેને રદ કરવામાં આવશે.આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ નવરાત્રી દરમિયાન લોકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આયોજકોએ આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું આવશ્યક છે જેથી કરીને નવરાત્રીનો આ મહાઉત્સવ કોઈ પણ અડચણ વગર આનંદપૂર્વક ઉજવી શકાય.







































