આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે પંજોબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે નવજોત સિદ્ધુ આપઁમાં જોડાવા માગતા હતા, પરંતુ હવે તેઓ નહીં આવે. કેજરીવાલે સિદ્ધુ સાથે છેલ્લી વખત વાતચીત કરી હતી એ વિશે જણાવવાનો ઇનકાર કર્યો હતો.
અન્ય એક પ્રશ્નના જવાબમાં કેજરીવાલે ફરી કહ્યું હતું કે સિદ્ધુ હજુ પણ કોંગ્રેસ છોડવા તૈયાર છે. આ નિવેદન સાથે કેજરીવાલે પંજોબમાં સિદ્ધુના આપમાં સામેલ થવાની ચર્ચા તેજ કરી દીધી છે. સિદ્ધુએ કોંગ્રેસ-અધ્યક્ષની ખુરશી છોડવાની ઘણી વખત ચેતવણી પણ આપી છે.
કોંગ્રેસમાં સિદ્ધુએ પહેલા સુનીલ જોખડ અને પછી કેપ્ટન અમરિંદર
સિંહને દૂર કરી દીધા. જોકે હવે તેમનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. સિદ્ધુ ૨૦૨૨ પછી પોતાને ઝ્રસ્ના ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે, પરંતુ વર્તમાન ઝ્રસ્ ચન્ની પણ દાવાથી ડરતા નથી. સિદ્ધુ કોંગ્રેસને બદલે સંગઠનથી લઈને પાર્ટી મેનિફેસ્ટોમાં પોતાનું ‘પંજોબ મોડલ’ રજૂ કરી રહ્યા છે.
પંજોબમાં આપના સંદર્ભમાં સૌથી વધુ ચર્ચા મુખ્યમંત્રી ચહેરાની છે. કેજરીવાલે પહેલેથી જ કહ્યું છે કે મુખ્યમંત્રી ચહેરો શીખ સમુદાયમાંથી હશે, પરંતુ તેઓ નામ જોહેર કરી રહ્યા નથી. સંગરુરના સાંસદ ભગવંત માનને લઈને પાર્ટીમાં ચર્ચા ચોક્કસ થઈ રહી છે, પરંતુ કેજરીવાલ ખૂલીને કંઈ કહેતા નથી.
ચૂંટણીની જોહેરાત થઈ ત્યારથી જ તેઓ આવું કહી રહ્યા છે. જોકે કેજરીવાલ ઘણીવાર સિદ્ધુના વખાણ કરવાનું ચૂકતા નથી. ગત વખતે પણ તેમણે સિદ્ધુ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની પ્રશંસા કરતાં કોંગ્રેસ પર તેમને દબાવવાનો આરોપ લગાવ્યો હતો.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે પંજોબમાં ટિકિટ આપતાં પહેલાં ધારાસભ્યોનો સર્વે કરાવ્યો હતો, જેમાં બે ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. અમે તેની ટિકિટ કાપી. જ્યારે તેમને ખબર પડી ત્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના ધારાસભ્યો સામેલ થવાથી ખુશ છે, પરંતુ તેમના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડી દીધી છે. હવે પૂર્વ અધ્યક્ષ સુનીલ જોખડ પણ કોંગ્રેસ છોડવાની તૈયારી કરી રહ્યા છે.