લગ્ન એ દરેક †ીના જીવનમાં બનતી મહત્વની ઘટના છે. લગ્ન પૂર્વે અને પછી દરેક †ીએ આ નવજીવન માટે પોતાની જાતને તન – મનથી તૈયાર કરવી એ એના માટે એક પડકાર સમાન છે. શું આપના લગ્ન નજીકના ભવિષ્યમાં થવાનાં છે ? તો આપ આપના ભાવિ જીવન માટે કેટલા સજ્જ છો એ જાણી લો, પણ જા જા આ જિંદગીનો સવાલ છે. પ્રામાણિકપણે સાચા જવાબ આપજા, તો પરિણામ પણ સાચું મળશે ને તમને જરૂરી બદલાવ લાવવા – ન લાવવાની ખબર પણ પડશે.
૧. લગ્ન કરી આપ કેવા પ્રકારના પરિવારમાં રહેવામાં માનો છો ?
(અ) હું તો સંયુક્ત પરિવાર જ પસંદ કરૂં છું. સંયુક્ત પરિવારમાં રહેવા – જીવવાની મજા જ કઇ ઓર હોય છે.
(બ) મને તો વિભક્ત પરિવાર જ જાઇએ. કોઇનીય કચકચ કે માથાકૂટ તો નહીં, બસ આપણે જેમ જીવવું હોય તેમ જીવી તો શકીએ.
(ક) જેમ પતિ ઇચ્છે તેમ રહેવા માટે સદૈવ તૈયાર જ છું. સંયુક્ત હોય કે વિભક્ત, દરેક પરિવારમાં જીવવા માટે તૈયાર છું.
ર. આપના જીવનસાથી આપને કહે કે, તમારી અમુક સખી સાથે તમે ઓછો સંબંધ રાખો તો તમારી પ્રતિક્રિયા કેવી હશે ?
(અ) જીવનસાથી કોઇ ખાસ નક્કર કારણ જણાવશે તો એમનું કહેવું માનીશ.
(બ) મારી પોતાની જિંદગી છે, મારી અંગત જિંદગીમાં કોઇ માથું મારે એ હું પસંદ ન કરૂં.
(ક) જીવનસાથીની ભાવનાની કદર કરવી એ મારી ફરજ છે. જેવું એ ઇચ્છશે એવું જ કરીશ.
૩. આપની નજરમાં ‘પતિ’ એટલે ?
(અ) પતિ એટલ પરમેશ્વર
(બ) પતિ એટલે અંતરંગ દોસ્ત, જેની સાથે આપણી પોતાની અંગતમાં અંગત ક્ષણ કે વાતને વહેંચી શકાય.
(ક) એક એવી વ્યÂક્ત, જેની સાથે બીજા બધા સંબંધોની જેમ જ એક સંબંધ તરીકે જાડાયેલી હોય છે.
૪. તમે તમારા પરિવારના સભ્યોને કેવી બર્થ – ડે ગિફટ આપવાનું પસંદ કરશો ?
(અ) કોઇ મોંઘી ચીજવસ્તુ જેથી અન્યની ગિફટ તેની સામે ફિક્કી લાગે.
(બ) ભલે સસ્તી હોય, પણ એવી ગિફટ જે એકદમ અલગ અને વ્યÂક્તની જરૂરિયાતવાળી હોય.
(ક) આ ઔપચારિકતા મને યોગ્ય લાગતી નથી. જે મળે તે ગિફટ આપું કે ન પણ આપું.
પ. તમારી નણંદે અજાણતાં જ તેના સંતાન માટે તમારા ટુવાલનો ઉપયોગ કર્યો, તમારી પ્રતિક્રિયા શું હશે ?
(અ) હું એમને કડક શબ્દોમાં કહીશ કે, ફરીથી આવું ન થાય એનું ધ્યાન રાખો.
(બ) માનવમાત્ર ભૂલ ને પાત્ર.
(ક) મનોમન અકળાઇને પતિને ફરિયાદ કરીશ.
૬. પરિવાર દ્વારા કોઇક દિવસ તમારે માથે વધારે ઘરકામ કરવાનું આવે છે, તો….
(અ) પરિવારજનોને સમજાવશો કે, આટલું બધુ કામ કરવું મુશ્કેલ છે.
(બ) કામ કરવા પ્રયત્નો કરશો, પતે એટલું પતાવશો, બીજુ પછી.
(ક) બિલકુલ કામ બંધ કરીને, રિસાઇને બેસી જશો ને પતિને ફરિયાદ કરશો.
૭. તમારા સાસુ – સસરા તમારા માટે એક સુંદર સાડી લાવ્યાં છે, પણ તમને એ ગમતી નથી. તમે શું કરશો ?
(અ) સાસુ – સસરાને કહી દઇશ કે, બની શકે તો બદલાવી લાવે.
(બ) સાસુ – સસરાને સ્પષ્ટ શબ્દોમાં કહી દેશો કે, સાડીનો રંગ મને ગમતો જ નથી, બીજા કોઇકને આપી દેજા.
(ક) સાસુ – સસરા આટલા પ્રેમથી સાડી લાવ્યાં છે, તો અચૂક પહેરીશ, કોઇક દિવસ એ સાડી પણ મને દીપી ઉઠશે.
૮. તમને રોજ સવારે મોડા ઊઠવાની ટેવ છે, સાસરિયાવાળા તરફથી તમને વહેલા ઊઠવાનું કહેવામાં આવે તો તમે શું કરશો ?
(અ) પ્રયત્ન કરી જાઇશ, ઉઠાશે તો ઠીક છે, નહીંતર કઇ નહીં.
(બ) ના, એ મારાથી નહીં બને, જેમ ઉઠાય છે એમ જ ઉઠાશે. ઊંઘ તો જાઇએ ને !
(ક) ધીમે ધીમે વહેલા ઊઠવાનું શરૂ કરીને, વહેલાં ઊઠવાની ટેવ પાડી દઇશ.
૯. પૈસાની બચત વિશે તમે શું વિચારો છો ?
(અ) પૈસા બચે એટલી આવક જ ક્યાં છે ? ખાઇ – પીને જલસા કરોને ! કાલનું કાલે થઇ પડશે.
(બ) બચત થાય તો ઠીક છે. નહીંતર શું કરી શકીએ ?
(ક) વ્યવÂસ્થત આયોજન કરીનેય, ખોટા કે ન કરીએ તો ચાલે એવા ખર્ચ પર કાપ મૂકીનેય બચત તો કરવી જ, કેમકે કયારે કટોકટી કે એકાએક મોટી સમસ્યા આવે એ કંઇ કહેવાય નહીં, તેવે વખતે આવી બચત ખૂબ ઉપયોગી થઇ પડે છે.
૧૦. તમારી દ્રષ્ટિએ જીવનમાં એડ્‌જસ્ટમેન્ટ કેટલું જરૂરી છે ?
(અ) એકાદ વાર એડ્‌જસ્ટમેન્ટ કરવામાં વાંધો નહીં, વારંવાર કરવામાં આવે તો લોકો નબળા સમજે.
(બ) માણસે એડ્‌જસ્ટમેન્ટ કરવામાં પાછી પાની ન કરવી જાઇએ, કેમ કે સંબંધો જાળવવામાં તે મહત્વનો ભાગ ભજવે છે.
(ક) એડ્‌જસ્ટમેન્ટ એટલે મજબૂરીનું બીજું નામ. હું એડ્‌જસ્ટમેન્ટમાં માનતી જ
આભાર – નિહારીકા રવિયા નથી.
સ્કોર
પ્રશ્ન (અ) (બ) (ક)
૧ ૪ ર ૬
ર ૪ ર ૬
૩ ૪ ૬ ર
૪ ૪ ૬ ર
પ ર ૬ ૪
૬ ૪ ૬ ર
૭ ૪ ર ૬
૮ ૪ ર ૬
૯ ર ૪ ૬
૧૦ ૪ ૬ ર
મૂલ્યાંકન ઃ
૪૮ થી ૬૦ ઃ અભિનંદન. આપ બદલાતા જતા જમાનામાં નવા પરિવારમાં આપનો દ્રષ્ટિકોણ સમય – સંજાગો અનુસાર બદલવા તૈયાર છો. આવનારા સમયને આપ નવા જ દ્રષ્ટિકોણથી નિરખીને આપ આપના પરિવાર અને સમાજ માટે નવા જીવનની શરૂઆત માટે તૈયાર છો…ખૂબ ખૂબ ધન્યવાદ.
૩૪ થી ૪૬ ઃ આપ નવજીવનની શરૂઆત માટે તૈયાર થવા માગો છો, પરંતુ થઇ શકતાં નથી. હવે તો મનને દ્રઢ રીતે મક્કમ બનાવીને આજથી જ શુભ સંકલ્પ કરીને નવા પરિવારમાં તૈયાર થઇ જાવ નવજીવનની શરૂઆત માટે…!
ર૦ થી ૩ર ઃ શ્રીમતીજી, આપ તો હજી માનસિક રીતે તૈયાર થવાનો પ્રયત્ન પણ નથી કરતાં, શું કરવું – શું ન કરવુંની વિમાસણમાં જા પડયા રહેશો તો આ જીવન પૂર્ણ થઇ જશે ને અંતે બધુ જ મળવા છતાં કશું જ પામી નહી શકો. માટે વિમાસણને ખંખેરીને ઝટ ઊભા થાવ. ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો…કરો નવા જીવનની શુભ શરૂઆત…!
આશીર્વાદ
†ી એ ઘરની ભીંત છે ને પુરૂષ છાપરૂં. છાપરૂં બહુ ભારે હોય તો ભીંત તૂટી પડે..ને ભીંત નબળી હોય તો છાપરૂં તૂટી પડે.
આભાર – નિહારીકા રવિયા