અમરેલી કલાનગરી તરીકેની ઓળખ ધરાવે છે અને આ ઓળખને જાળવી રાખવા અને અમરેલીના કલા વારસાને આગળ વધારવાના પ્રયાસો નવકાર સ્કૂલ ઓફ આટ્‌ર્સ દ્વારા ઘણા સમયથી કરવામાં આવી રહ્યા છે. નવકાર સ્કૂલ ઓફ આટ્‌ર્સના ફાઉન્ડર કેતન મહેતા છેલ્લા ઘણા વર્ષોથી અમરેલીમાં ડાન્સ, ગરબા, ઝુંબા, સ્કેટિંગ, ડ્રોઈંગ, ગિટાર, યોગા જેવી કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં યોજાયેલી “રંગોત્સવ સેલિબ્રેશન” નામની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં નવકાર સ્કૂલ ઓફ આટ્‌ર્સના ૧૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો, જેમાંથી ૩૦થી વધુ બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને મેડલ અને સર્ટિફિકેટ મેળવ્યા હતા. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને શાળા અને અમરેલીનું નામ રોશન કર્યું છે.