અમરેલી નર્સિંગ કોલેજના જી.એન.એમ.માં અભ્યાસ કરતી દિવ્યા ડાબસરાને ત્રણ વર્ષ દરમિયાન શિષ્યવૃત્તિ મળી જ નથી. આ અંગે શહેર ભાજપ મહામંત્રી ભરત મકવાણાએ અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા અને સમાજ કલ્યાણ અધિકારીને પણ લેખિત રજૂઆત કરી છે. આ અંગેની વિગત મુજબ અમરેલીની નર્સિંગ કોલેજમાં જીએનએમમાં વર્ષ ૨૦૨૨થી દિવ્યા મહેન્દ્રભાઈ ડાબસરા અભ્યાસ કરે છે. તેણે વર્ષ ૨૦૨૨/૨૦૨૩ અને ૨૦૨૪ માં શિષ્યવૃત્તિ મેળવવા માટે ઓનલાઇન અરજી કરેલ છે છતાં પણ આજ દિન સુધી તેમના ખાતામાં શિષ્યવૃતિ આવેલ નથી. અભ્યાસ કરી રહેલી ગરીબ વિદ્યાર્થિનીઓ માટે આવી શિષ્યવૃત્તિ મદદગાર સાબિત થાય છે. ત્રણ વર્ષ વીતી ગયા છતાં પણ સરકાર દ્વારા તેમને શિષ્યવૃત્તિ આપવામાં આવી નથી. આ અંગે સત્વરે ઘટતું કરવા ભાજપના મહામંત્રી ભરત મકવાણાએ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે.