નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્ક્સ દ્વારા પ્લાન્ટ પ્રાંગણ અને નર્મદા સિમેન્ટ હાઉસિંગ કોલોની ખાતે નવકાર બ્લડ બેંક, મહુવાના સહયોગથી રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો પ્રારંભ યુનિટ હેડ રાજેશ આનંદ, એફએચ-ટી રાહુલ દેસાઈ, એફએચ એફ એન્ડ સી મનોજ બિરલા તથા વેજ બોર્ડના પ્રતિનિધિઓએ દીપ પ્રજ્વલન કરીને કર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાનના મહત્વ અંગે માર્ગદર્શન આપીને સમાજસેવાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું હતું. કેમ્પમાં પ્લાન્ટના અધિકારીઓ, કર્મચારીઓ, કોલોનીના રહેવાસીઓ તેમજ સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રીમતી આરતી આનંદના માર્ગદર્શન હેઠળ કોલોનીના સભ્યોએ પણ સક્રિય સહભાગિતા નોંધાવી હતી. સમગ્ર કેમ્પ દરમિયાન કુલ ૧૧૫ યુનિટ રક્ત એકત્રિત થયું હતું. ડો. કિન્જલ ગજ્જર, ડો. સૌહમ પટેલ, ડો. જિજ્ઞાશા વાઝા તથા નવકાર બ્લડ બેંકની ટીમે વ્યવસ્થિત આયોજન કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.








































