રાજપીપળા નજીક સરદાર સરોવર નર્મદા ડેમનું પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાને કારણે, આ સિઝનમાં નર્મદા ડેમનું પાણીનું સ્તર બીજી વખત ૧.૩૬ મીટરને વટાવી ગયું છે. હાલમાં, ડેમનું પાણીનું સ્તર ૧૩૬.૦૯ મીટર પર પહોંચી ગયું છે અને ડેમ ૯૨ ટકા ભરાઈ ગયો છે. ત્યારે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નોંધાતા વધુ ૫ ગેટ ખોલાયા છે.હાલમાં હાલમાં ૫ ગેટ ખુલ્લા હતા. ત્યારે આજે બપોરે ૧૨ કલાકથી વધુ પાંચ ગેટ ખોલવામાં આવતા કુલ ૧૦ ગેટ હાલ ખુલ્લા કરાયા છે.આપને જણાવી દઈએ સરદાર સરોવર ડેમ ના ૧૦ ગેટ ૧.૦૫ મીટર સુધી ખોલવામા આવ્યા છે. સરદાર સરોવર ડેમ માંથી ૭૫,૦૦૦ ક્યુસેક અને પાવરહાઉસ મારફતે ૪૫,૦૦૦ ક્યુસેક પાણી નદી માં છોડવાના આવી રહ્યું છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી ૧,૨૦,૦૦૦ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે
મળતી માહિતી મુજબ, ડેમમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે અને ઉપરથી ૧,૧૩,૦૪૫ ક્યુસેક પાણી આવી રહ્યું છે. ઓમકારેશ્વર ડેમ અને પાવર હાઉસમાંથી છોડવામાં આવતા પાણી સહિત કુલ ૧.૨૦ લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે. વધતા પાણીના પ્રવાહને કારણે, ડેમના ૫ દરવાજા ૧.૪૨ મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને દર સેકન્ડે ૧,૧૨,૫૭૨ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.નર્મદા નિયંત્રણ સત્તામંડળ ડેમના પાણીના સ્તર અને સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ડેમના મહત્તમ જળસ્તર ૧૩૮.૬૮ મીટર સુધી પહોંચે તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે, ખાસ કરીને ૧૭ સપ્ટેમ્બર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે.
નોંધનીય છે કે દર વર્ષે વડા પ્રધાનના જન્મદિવસે, નર્મદા ડેમને તેના સંપૂર્ણ જળસ્તર સુધી વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રસંગે, ડેમના સુંદરીકરણ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જાકે, હાલ પૂરતું ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે, તેથી આગામી દિવસોમાં પાણીના પ્રવાહ પર સૌની નજર છે. નર્મદા ડેમના વધતા જળસ્તરને માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ પડોશી રાજ્યોમાં પણ સિંચાઈ અને પીવાના પાણીની ઉપલબ્ધતા માટે આશાસ્પદ માનવામાં આવે છે.








































