ખોડલધામ કાગવડના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ર દિવસ પૂર્વે ૩ સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયા બાદ આજે જિલ્લાના અમરેલી, બાબરા, લાઠી, કુંકાવાવ, સા.કુંડલા, ધારી અને જાફરાબાદના ટીંબી સહિત સાત સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાયા હતા અને તેમાં લોકોએ મોટાપાયે રક્તદાન કર્યું હતું.