છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલી જિગીષા પટેલ અને બન્ની ગજેરાની કથિત ઓડિયો-ક્લિપ મામલે હવે ખોડલધામ સામે આવ્યું છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ કહ્યું હતું કે નરેશભાઈ પટેલને બદનામ કરવાનો આ હીન પ્રયાસ છે. જો જિગીષ પટેલ કથિત ઓડિયો-ક્લિપને છૈં જનરેટેડ ગણાવતાં હોય તો તેણે જ આ ક્લિપ અંગે તપાસ કરાવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરાવવું જોઈએ. સોશિયલ મીડિયામાં જિગીષા પટેલ અને બન્ની ગજેરાની કથિત ઓડિયો-ક્લિપ ફરી રહી છે, એમાં નરેશભાઈ પટેલ, સીડી, યુવતી, પૈસા, જમીન લખાવી લેવા સહિતની વાતચીત થઈ રહી છે.










































