આજે પાટીદારોને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ખોડલધામના નરેશ પટેલે રાજનીતિમાં આવવાના અેંધાણ આપી દીધા છે, ત્યારબાદ અનેક નેતાઓ તેમના નિવેદન પર પ્રતિક્રિયાઓ આપી ચૂક્યા છે. નરેશ પટેલના રાજનીતિમાં આવવાના સંકેત અંગે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે નરેશ પટેલ રાજકારણમાં આવતા હોય તો સારી વાત છે. તેઓ રાજકારણ આવી વધુમાં વધુ લોકોની સેવા ઈચ્છા રાખતા હોય તો કોંગ્રેસમાં તેમના માટે દરવાજો ખુલ્લા છે. સારા વ્યક્તિઓનું રાજ કારણમાં હંમશાંથી સ્વાગત છે. હાર્દિક પટેલે ગુજરાતને બચાવવા માટે રાજ્યના નવયુવાન લોકોને પણ રાજનીતિમાં આવવા માટે આહ્વાન કર્યું છે.
નરેશ પટેલના રાજનીતિ સંકેત અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, રાજકારણમાં જોડાવવા માટે કોઈ પણ સ્વતંત્ર હોય છે. નરેશભાઈએ છેલ્લાં ઘણા વર્ષોથી સૌરાષ્ટÙમાં સમાજના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે. અને તે માત્ર સમાજ સેવક કરતાં પણ લોકોનું ભલું ઈચ્છનાર માણસ છે. હું માનું છું કે એ વ્યક્તિ રાજકારણમાં આવીને વધુમાં વધુ લોકોની સેવા કરવાની ઈચ્છા
રાખતા હોય તો સ્વાભાવિક રીતે દરવાજો ખુલ્લા છે. વાત રહી કોંગ્રેસ પાર્ટીની બે દિવસ પહેલા અને ગઈકાલે પહેલા પણ નવા નિર્મિત જગદીશભાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નરેશભાઈને કોંગ્રેસ પાર્ટીમાં આવીને લોકોની સેવા માટેનું બીજું ઉપાડવું હોય તો કોંગ્રેસ પાર્ટીમાં લાલ જોજમ સાથે તેમનું સ્વાગત કરીશું.
હાર્દિક પટેલે વઘુમાં જણાવ્યું હતું કે, આપણે બધા જોણીએ છીએ કે ગામડાઓમાં પ્રવાસ કરતા હોય છે. સૌરાષ્ટÙ અને રાજકોટમાં વિદ્યાર્થીઓનું ભણાવવા માટેનું સંકુલ પણ ચલાવે છે. મા ખોડિયાલ કે જે પાટીદાર સમાજની કુળદેવી છે તે સંસ્થા સાથે સારો એવો નાતો છે. સારા વ્યક્તિઓનો રાજકારણમાં આવવું તેમનો હું હાર્દિક સ્વાગત કરું છું.
એટલું નહીં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના યુવાનોને પણ જણાવું છું કે નરેશ ભાઈ જેવા સારા વ્યક્તિ રાજકારણમાં આવીને લોકોની સેવા કરવાની વિચારતા હોય તો તેમને પણ આ તક ઝડપી લેવી જોઈએ. નરેશ પટેલ અશોક ગહેલોત અને રાહુલ ગાંધીને મળ્યા અંગે પૂછાયેલા સવાલ પણ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પાર્ટીના નેતાને મળી શકે છે. પરંતુ હું આ મીટિંગ અંગે અજોણ છું.
તેમણે જણાવ્યું હતું કે, નરેશભાઈ કોંગ્રેસ પાર્ટીમાં આવતા હશે તો દરેક કાર્યકરો રાજી થશે. સ્વાભાવિક રીતે જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાયા ત્યારે પાર્ટીને ફાયદો થયો હતો. નરેશભાઈ પાર્ટીમાં આવશે તો ટીપે ટીપે સરોવર ભરાય તેમ કોગ્રેસ મજબૂત થશે. નરેશભાઈ આવતીકાલ કોઈ રાજનીતિ પાર્ટીમાં જોડાય તો તેના જવાબો આપવા બંધાયેલો છું.
રાજનીતિમાં જોડાવા અંગે ખોડલધામ નરેશન પટેલે જણાવ્યું છે કે, અત્યારે મેં કોઈ જ રાજનીતિમાં જવાનું વિચાર્યું નથી. પરંતુ હા… રાજકારણમાં જવું કે ન જવું એ મારો સમાજ નક્કી કરશે. સમાજનો બહોળો વર્ગ કહેશે તો મારી પાસે કોઈ વિકલ્પ રહેશે નહી અને મારે રાજનીતિમાં જોડાવું પડશે. હવે આગામી સમય નક્કી કરશે મારે આગળ શું કરવાનું છે. સમય આવશે અને સમાજ આદેશ કરશે તો મારે વિચારવું ચોક્ક વિચારવું પડશે.