એનસીપીના સુપ્રીમો શરદ પવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. મહારાષ્ટ્ર ના માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ શરદ પવાર ની મુલાકાતે ગયા હોવાની જોણકારી મળે છે. છેલ્લા બે દિવસ થી ફડણવીસ નવી દિલ્હીમાં પગ જમાવી બેઠા હોવાનું જોણવા મળે છે. નોંધનીય વાત છે કે, બે દિવસ પહેલા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. તે પછી, શરદ પવારે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.આગામી સંસદના ચોમાસું સત્ર પૂર્વેનરેન્દ્ર મોદી-શરદપવાર બેઠકને લઈને વિવિધ અટકળો કરવામાં આવી રહી છે. દરમિયાન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના જણાવ્યા મુજબ સંસદનું ચોમાસું સત્ર ૧૯ જુલાઇથી ૧૩ ઓગસ્ટ દરમિયાન યોજોશે. શરદ પવાર અને મોદીની મુલાકાત મહત્વની હતી.
દિલ્હી જવા રવાના પહેલા શરદ પવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ લગભગ ૩૦ મિનિટ સુધી ચર્ચા કરી હતી. એટલું જ નહીં, પરંતુ હવે વિપક્ષીનેતા દેવેન્દ્ર ફડણવીસ પણ દિલ્હી પહોંચ્યા છે. ગુરુવારે દેવેન્દ્ર ફડણવીસે એનસીપી નેતા છગન ભુજબળ સાથે મુલાકાત કરી હતી. તે પછી, દિલ્હી પહોંચ્યા પછી, રાજ્યમાં રાજકારણ અલગ વળાંક લેશે? એવી અટકળો બંધાઈ રહી છે.