(એ.આર.એલ),લખનૌ,તા.૬
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. આ સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે. તેઓ રાષ્ટય જનતા દળના વડા લાલુ પ્રસાદ સાથે જાડાયેલા એક સવાલનો જવાબ આપી રહ્યા હતા, જેમાં લાલુ પ્રસાદે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં મોદી સરકાર ખૂબ જ નબળી છે અને તે ઓગસ્ટ મહિના સુધીમાં પડી જશે.રામદાસ આઠવલેએ કહ્યું.. ‘લાલુ પ્રસાદ એક આદરણીય નેતા છે.. તેઓ સમાજવાદી વિચારધારાના નેતા છે.. અમારી પાસે સંપૂર્ણ બહુમતી છે.. અમારી સરકાર નહીં પડે. એ વાત સાચી છે કે ચૂંટણીમાં અમારી બેઠકો ઓછી આવી છે. પરંતુ તેના માટે પણ અલગ અલગ કારણો છે. અમારી અપેક્ષા એ હતી કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટÙ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં વધુ બેઠકો મળી શકે છે. પરંતુ બંધારણ અને અનામતના મુદ્દે નુકસાન થયું છે.આઠવલેએ વધુમાં કહ્યું, ‘યુપીએ સરકારમાં કોંગ્રેસ પાર્ટી પાસે ૨૦૦થી ઓછી બેઠકો હતી, તેમ છતાં મનમોહન સિંહની સરકાર ૧૦ વર્ષ સુધી ચાલી. તેથી હું માનું છું કે આ સરકાર પડવાની કોઈ શક્યતા નથી. સરકાર ૫ વર્ષ સુધી ચાલશે. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ અમારી સાથે છે. તેથી આ સરકાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. હાથરસની ઘટના પર રામદાસ આઠવલેએ કહ્યું કે આ એક દુઃખદ ઘટના છે. તપાસ ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..