વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાજસ્થાનના બિકાનેરથી ગુજરાતના વિવિધ રેલવે સ્ટેશનોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું, જેમાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બર્બટાણા રેલવે જંકશનનો પણ સમાવેશ થાય છે. વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલું બર્બટાણા જંકશન મુસાફરો માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરતું હતું. રેલવે વિભાગે આ જંકશનનું સંપૂર્ણ રિનોવેશન કર્યું છે, જેનાથી આધુનિક રેલવે સુવિધાઓ ઉપલબ્ધ બનશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ભરતભાઈ સુતરીયા, રેલવે અધિકારીઓ, સ્થાનિક કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટથી વિસ્તારના લોકોને આધુનિક અને સુવિધાજનક રેલવે સેવાઓનો લાભ મળશે. આ નવનિર્મિત જંકશન મુસાફરોને વધુ સુવિધાનો લાભ મળશે.









































