રાજ્યમાં બાળકીઓ પર રોજેરોજ દુષ્કર્મના કેસમાં વધારો થઈ
રહ્યો છે. સુરત અને ગાંધીનગરમાં ત્રણ બાળકીઓ પર થયેલા દુષ્કર્મની ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી. તેવામાં ફરી એકવાર સુરત શર્મસાર થયું હોવાની ઘટનાએ ખળભળાટ મચ્યો છે. સુરતના પાંડેસરા બાદ વરાછામાં એક બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો છે. શહેરના બરોડા પ્રિસ્ટેજ નજીક એક બિલ્ડિંગમાં બાળકીની બૂમો સાંભળીને આસપાસના દુકાનદારો દોડી આવતા નરાધમને ઝડપી લેવામાં આવ્યો હતો. સગીરાની ફરિયાદના આધારે વરાછા પોલીસે ગુનો દાખલ કરીને આરોપી વિરુદ્ધ પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલા બરોડા પ્રિસ્ટેજ નજીક એક ૧૧ વર્ષની સગીરાને રાત્રિના સમયે આરોપીએ ચોકલેટની લાલચ આપીને પકડી લીધી હતી. બાદમાં સગીરાને બરોડા પ્રિસ્ટેજ નજીક આવેલ બિલ્ડીંગમાં લઈ જવામાં આવી હતી. જ્યાં નિર્વસ્ત્ર થઈ બાળકી જાડે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપી ઘટનાને અંજામ આપે તે પહેલા જ બાળકીએ બૂમો પાડતા આસપાસના દુકાનદારો દોડી આવ્યા હતા અને નરાધમને ઝડપી પાડવામાં આવ્યો હતો. સગીરાની ફરિયાદના આધારે વરાછા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, બરોડા પ્રિસ્ટેજ પાસે જાહેર શૌચાલય પાસે સગીરા ઉભી હતી. ત્યારે સંતોષ નામના આરોપીના મનમાં હવસનો કિડો સળવળ્યો હતો. તેણે આ બાળકીને જાઈને ચોકલેટ બતાવીને લલચાવી હતી. સગીરા જેવી તેના નજીક પહોંચી કે નરાધમ શખસે તેની સાથે શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ સદ્દનસીબે બાળકીએ બૂમો પાડતા આરોપીનો ખેલ ઉંધો વળી ગયો હતો. ત્યારબાદ સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારજનોને જાણ કરતાં પરિવારજનો પણ ચોંકી ઉઠયા હતા. પરિવારજનોએ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને બાળકી સાથે બનેલી ઘટનાની વિગતવાર વાત જણાવી હતી. પોલીસે પણ ઘટનાની ગંભીરતા જતા પોલીસે પણ ૩૭૬ તેમજ પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.