કરણ થાપર નામનો એક પત્રકાર સત્યપાલ મલિક નામના ભૂતપૂર્વ રાજયપાલનો ઈન્ટરવ્યૂ લઇ રહ્યો છે. પ્રશ્નોત્તરી કઈક આવી છે કે “અગર ઇતના ગરજને કે બાદ, રીહર્સલ, બ્લેકઆઉટ સબ કરને કે બાદ કુછ નહિ કિયા, તો વ્હોટ વિલ ધ વર્લ્ડ થીંક ? “ સત્યપાલ જવાબ આપે છે કે “ દેખિયે વર્લ્ડમેં તો આપકી (ભારતની) બહોત બેઈઝ્ઝ્તી હો રહી હૈ… ઇવન પાકિસ્તાની કહ રહે હે કી બતાઈએ… હમપે હમલા કર રહે થે… એક પાકિસ્તાની મીનીસ્ટરને તો કહા કી ઇન્હેં આને દો…” આ ‘વાયર’ નામની એક ચેનલ પર લાંબો ઈન્ટરવ્યું છે…. દરેક ભારતીયે આ સવાલ જવાબ સંભાળવા જેવા છે. તમને બે ઘડી લાગે કે તમે પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ જોઈ રહ્યા છો. અને પાકિસ્તાનના બે બાશીંદાઓ ભારત વિરુદ્ધ ચર્ચા કરી રહ્યા છે. તમને એક વખત એવું પ્રતીત થઇ આવે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ અને દેશમાં આવા ગદ્દારોની સંખ્યા સરખી છે. આ માત્ર એક ઉદાહરણ છે.
દેશમાં એક રાકેશ ટીકેત અને તેનો ભાઈ બે જણ પોતાની જાતને આખા દેશના ખેડૂતોના આગેવાન ગણાવતા શખ્સ છે. જેણે મોદી સરકાર વખતથી કિસાન આંદોલન ઉપાડી રાખ્યું છે. કેનેડાથી ફંડ પામીને આ સિઝનલ આંદોલન ચૂંટણી ટાણે ગાજતું રહે છે, ચૂંટણી બાદ આ આંદોલનના નેતાઓ પોતપોતાના દરમાં જતા રહે છે. આ રાકેશ ટીકેતે પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા લેવાયેલા જવાબી પગલા રૂપે પાકિસ્તાનમાં જતું પાણી બંધ કરવાના નિર્ણયની એમ કહીને ટીકા કરી કે આ પાકિસ્તાનના ખેડૂતોને અન્યાય છે. આ કીટાણું કિસાન અંદોલન વખતે એમ કહેતો હતો કે અમે ફસલ સળગાવી દઈશું. એ તો અંદોલન વખતે ૨૬ જાન્યુઆરી હતી નહીતર અમે ટ્રેક્ટર લઈને પાર્લામેન્ટ પર હુમલો કરી દેત અને ભારતની હાલત બાંગ્લાદેશ જેવી કરી નાખત. રાકેશ ટીકેત પોતે ઘણી ચૂંટણીઓ લડી ચૂકેલ છે પણ ક્યારેય એક ટકાથી વધુ વોટને પામેલ નથી. જ્યાં સુધી આવી માનસિકતા ધરાવતા લોકો દેશની અંદર છે ત્યાં સુધી કદાચ પાકિસ્તાન રાજી થતું રહેતું હશે કે ચાલો આપણું ગજવા એ હિન્દનું સપનું પૂરું કરવામાં આ લોકો પણ લાગી રહેલા છે.
“જો તમે (એટલે કે ભારત) પીઓકે વિષે વિચારો છો તો તમારે ચીન સાથે મુકાબલો કરવો પડશે. “ સ્વાભાવિક રીતે પહેલી નજરે આ નિવેદન પાકિસ્તાનને સપોર્ટ કરતા ચીનના કોઈ પ્રતિનિધિનું હોય એવું લાગે, પણ એમ નથી. આ નિવેદન સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવનું છે. કોંગ્રેસના યુપી અધ્યક્ષ અજય રાય રાફેલ પર લીંબુ મરચા લગાવીને સેનાની તાકાતની હાંસી કરી રહ્યા છે. ચિન્ની જેવા ચવ્વનીછાપ નેતાઓ આજે પણ સેના પરાક્રમના સબૂત માંગી રહ્યા છે. સિદ્ધારામૈયા, મણિશંકર ઐયર જેવા નામોની યાદી ખુબ લાંબી છે. “ પાકિસ્તાને ભારતના ત્રણ ફાઇટર તોડી પાડ્યા… “ જેવા ભ્રામક સમાચાર વહેતા કોઈ મૂકે તો એ પાકિસ્તાની અખબાર હોય એવું જનસામાન્ય ધારી લે. પણ અહિયાં એવું નથી યુદ્ધના આવા સમયમાં સેનાનું મનોબળ તોડવાનું કામ ‘ધ હિંદુ’ જેવા અખબાર પણ કરે છે. જી, હા, આ ખોટા સમાચાર ધ હિંદુ અખબારે ડ્રોપ ટેન્કના કાટમાળ સાથે વહેતા મુક્યા હતા જે તુરંત બેશરમ થઈને પાછા ખેંચી લીધા. બીબીસી જેવું મીડિયા હાઉસ ધરાર આતંકવાદી શબ્દ વાપરતું નથી. પાકિસ્તાની મીડિયા અને નેતાઓ આ લોકોના નિવેદનો ટાંકીને ચેનલો પર ચર્ચા કરી રહ્યા છે કે જુઓ હિન્દુસ્તાનનો પ્રધાનમંત્રી પોતાના દેશનું સમર્થન પણ ધરાવતો નથી.
આખી દુનિયા ભારતની તાકાત માની રહી છે ત્યારે દેશની અંદર આવા છછુંદરો ચુંચા ચુંચા મચાવી રહ્યા છે. હિન્દુસ્તાનના ઇતિહાસમાં આવા નમકહરામ અને નમકદ્રોહી દરેક કાલખંડમાં પેદા થતા રહ્યા છે અને બહારના આક્રાન્તાઓને મદદ પહોચાડી રહ્યા છે. પર્શિયાના સીરુશ અને દરિયાવુશથી લઈને કારગીલ વખતે પાકિસ્તાનના મુશર્રફ સુધીના હમલાવરોને દેશની અંદર મદદગારો મળતા રહ્યા છે. સીધા મેદાનમાં નથી ઉતરી શકતા તો આજે આ હરામખોરો માનસિક ટેકો આપી રહ્યા છે. ભૂતકાળમાં એ માણસનું નામ અમીચંદ અને મીરઝાફર હતું, શશીગુપ્ત હતું, આંભિ હતું, ચક્રદેવ હતું. જેણે દર્રા એ ખૈબર અને દરિયા એ આરબ પારથી હિન્દુસ્તાનની સરજમીન પર ઉતરી આવેલા આક્રમણખોરોને મદદ પહોચાડી હતી. નમકહરામીના ખદબદતા ઈતિહાસના રંગમંચ પર નવાનવા પાત્રો આવતા રહે છે. મુર્શિદાબાદમાં તમે કોઈને પૂછો કે નમકહરામની દેવડી ક્યાં આવી ? તો એ તમને મીર ઝાફરની હવેલીનું સરનામું આપશે.
આતંકવાદ સામેની આ લડાઈમાં જયારે આખું વિશ્વ ભારત સાથે ઉભું છે ત્યારે દેશમાંથી દોગલાઓ ઉભા થયા છે, દરઅસલ આ બધા તત્વો પોતપોતાની દુકાનની ચિંતામાં છે. દલ્લો અને ગલ્લો બંને ઘટી ગયા છે. ભારતે ઓપરેશન સિંદૂર નામથી જડબાતોડ જવાબી કાર્યવાહી કરી છે. જેમ ભૂતકાળમાં સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવાઓ માંગ્યા હતા એમ આ જવાબી હુમલાના પુરાવાઓ પણ આ જંતુઓ માંગશે. એ એમના લોહીમાં છે. ભૂતકાળમાં પુરાવા માંગવાવાળા ઘણા ઘરભેગા થઇ ગયા છે, હજુ માંગશે એ પણ ઘરભેગા થશે. દેશની જનતા આ માનસિકતાને હળવાશથી નથી લઇ રહી. દેશની સેના અને સરકારનું મનોબળ વધારવાનો અને સાથે સાથે દેશમાં રહેલા ગદ્દારોને પીછાણવાનો આ સમય છે. અખબાર, નેતા, ન્યૂઝ ચેનલ, સામાજિક આગેવાન કોઈપણ સ્વરૂપે હોય, આ માનસિકતા બહાર આવે ત્યારે તેને ઓળખી જવો જરૂરી છે. દુશ્મન દેશના આક્રમણને તો આપણી સેના ભરી પીશે, દેશની અંદર રહેલી આ જીવાતોને દેશની જનતા જ ખતમ કરી શકશે.
ક્વિક નોટ — ધમકી, જેહાદ કે નારો સે, હથિયારો સે, કશ્મીર કભી હથિયા લોગે, યે મત સમઝો,
હમલો સે અત્યાચારો સે, સંહારો સે, ભારત કા ભાલ ઝુકા લોગે, યે મત સમઝો.
શ્રી અટલ બિહારી વાજપેયી
production@infiniumpharmachem.com