ગાંધીનગરથી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. અહીં નભોઈ કેનાલમાં કાર ખાબકવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. કારમાં સવાર તમમાં લોકો ડૂબ્યા ડૂબી ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટના અંગે માહિતી મળતા જ  ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટના માં એક યુવતી સહીત બે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, કારમાં પાંચ લોકો હતા. ફાયર બ્રિગેડે અત્યાર સુધીમાં બે મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે બાકીના લોકોની શોધખોળ માટે બચાવ કામગીરી ચાલુ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર અચાનક કેનાલમાં ખાબકી ગઈ હતી. એવો અંદાજ છે કે કારમાં પાંચ લોકો હતા. અકસ્માતને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ છે.

ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. કેનાલમાં પાણીનો પ્રવાહ ઝડપી હોવાથી બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. કાર કેવી રીતે કેનાલમાં પડી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બચાવ કાર્ય ચાલુ છે.