નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામેથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. એક જ પરીવારના પાંચ લોકો નદીમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. પાણીની ઉંડાઈથી અજોણ તેઓ આગળ જતા એક પછી એક ડૂબવા લાગ્યા હતા. તેમની આસપાસ કોઈ હતું નહીં તેટલે કોઈપણ બચાવવા આવી શક્યું નહોતું. જોકે નજીકમાં જ પરીવારનો સામાન જોઈને કેટલાક લોકોએ ડૂબી ગયા હોવાની આંશકા વ્યક્ત કરી હતી. અને તાબડતોડ રાજપીપળા પોલીસ મથકમાં કોલ કર્યો હતો, ઘટનાની જોણ થતા જ પોલીસ કાફલો ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી હતી.
ફાયરની ટીમને ભારે જહેમત બાદ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘોર અંધારુ છવાઈ જતા ફાયરની ટીમે કામગીરી બંધ રાખવી પડી હતી. ઉલ્લેખનીય છે કે પરીવારના અન્ય સ્નેહીજનોને ઘટનાની જોણ થતા તેઓ રાજપીપળા પોલીસ સ્ટેશન
પહોંચી ગયા હતા. પોલીસ પણ તે બાબતે હાલ તપાસ કરી રહી છે કે ડૂબી ગયેલા પરિવારના સભ્યો ક્યારે તે સ્થળે આવ્યા, કઈ રીતે ડૂબ્યા, તે સમયે કોઈ હાજર હતું કે નહીં તે અંગેનું રહસ્ય હજુ અકબંધ છે.
નર્મદાના માંડણ ગામે આવેલી કરજણ નદીમાં ડૂબવાથી એક પરિવારના ચાર સભ્યોના મોત થયા. રવિવારે પરિવારના પાંચ સભ્યો નદી કિનારે ફરવા આવ્યા હતા. જ્યારે આજે સવારે વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા. ત્યારે અન્ય એક સભ્યની શોધખોળ રાજપીપળા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે નર્મદા પોલીસ અને એનડીઆરએફની ટીમની રેસ્ક્યુ ઓપરેશન માટે મદદ લેવામાં આવી છે’