ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા લીધા બાદ નતાશા સ્ટેનકોવિક પુત્ર અગસ્ત્ય સાથે સર્બિયા જતી રહી હતી. ત્યારે હવે દોઢ મહિના બાદ નતાશા ભારત પરત ફરી છે. ત્યારે હાર્દિક પંડ્યાએ તેના પુત્ર અગસ્ત્ય સાથે નતાશા સાથે છૂટછેડા બાદ પ્રથમ વખત મુલાકાત કરી છે.
હાર્દિકે પત્ની નતાશા સાથે છૂટા થયા બાદ પ્રથમ વખત તેના ૪ વર્ષીય પુત્ર અગસ્ત્ય સાથે સમય પસાર કર્યો. પંખુરીએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જ્યાં અગસ્ત્યની ઝલક જાવા મળી. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અગસ્ત્ય સ્ટોરી રીડિંગ કરી રહ્યો છે અને તેના કઝિન્સ સાથે રમતો જાવા મળી રહ્યો છે.
જણાવી દઈએ કે, હાર્દિક અને નતાશાના છૂટાછેડા બાદથી અગસ્ત્ય પણ તેની માતા સાથે નતાશા સાથે સર્બિયા જતો રહ્યો હતો. આ સ્ટાર કપલે જુલાઈમાં તેમના છૂટાછેડાની જાહેરાત કરી હતી. અગસ્ત્યનો જન્મ ૩૦ જુલાઈ ૨૦૨૦ના રોજ થયો હતો.