. મોડીરાત્રે લાઈટો આવનજાવન કરતી હતી. વરસાદ પડતા વાતાવરણમાં એકજાતા થોડા સમય માટે ઠંડક પ્રસરી ગઇ હતી. પરંતુ વરસાદ બંધ રહ્યા બાદ બાફ અને
ઉકળાટની સ્થતિ ઊભી થઈ હતી. જાકે આજે શુક્રવારે વાતાવરણ સ્વચ્છ થયું હતું. ત્યારે હવે મેઘરાજા પોતાની ધૂંઆધાર બેટીગ કરી ગરમીથી કાયમી છૂટકારો અપાવે તેવી જિલ્લા વાસીઓએ મેઘરાજા સમક્ષ પ્રાર્થના કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શકયતાઓ છે તેનું કારણ જણાવતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, હાલમાં રાજસ્થાનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં સાઇક્લોનિક સર્ક્‌યુલેશન સક્રિય થયું છે તેને કારણે સમગ્ર ગુજરાત રાજયમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તરોમાં ૩૫ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે તેને કારણે ગુજરાતના ઉત્તરી અને દક્ષિણી ભાગના દરિયાકાંઠામાં આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
૨૩ જૂનના રોજ પણ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. તદુપરાંત આજના દિવસ માટે સમગ્ર ગુજરાત રાજયમાં મેઘગર્જનાની ચેતવણી હવામાન વિભાગે આપી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટના ભાગોમાં છુટા છવાયા સ્થળોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. આવતીકાલે પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની સ્થતિ એકસમાન રહેશે. સૌરાષ્ટÙના કેટલાક જિલ્લાઓ જેવા કે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છુટા છવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્યભરમાં ક્યાક ભારે તો ક્યાંક છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતાઓ છે.
સૌથી વધુ વલસાડના કપરાડામાં એક ઈંચથી વધુ તેમજ નડિયાદમાં પણ એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવાથી સામાન્ય વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં કપરાડામાં ૩૩ એમએમ, નડિયાદમાં ૩૩ એમએમ,ચોરાસીમાં ૨૨ એમએમ, ઉમરગામમાં ૨૧ એમએમ, તાપી જિલ્લામાં ૧૫ સ્સ્ સહિત અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો.