ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢના ઉત્તર બસ્તરમાં આવેલા અબુઝહમાડના પર્વતીય જંગલ વિસ્તારને નક્સલમુક્ત જાહેર કર્યો. ૧૭૦ નક્સલીઓએ આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં જાડાવાનો નિર્ણય લીધા બાદ આ મોટી જાહેરાત કરવામાં આવી. શાહે તેમનું સ્વાગત કરતા કહ્યું કે હિંસાનો ત્યાગ અને ભારતીય બંધારણમાં તેમની શ્રદ્ધા એક સાહસિક અને પ્રશંસનીય પગલું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં આ માહિતી શેર કરી. તેમણે લખ્યું કે છત્તીસગઢમાં આજે ૧૭૦ નક્સલીઓએ, ગઈકાલે ૨૭ અને મહારાષ્ટ્રમાં ૬૧ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું. બે દિવસમાં કુલ ૨૫૮ કટ્ટર નક્સલીઓએ હિંસા છોડી દીધી છે. શાહે કહ્યું કે આ દર્શાવે છે કે મોદી સરકારની રણનીતિને કારણે, નક્સલવાદ હવે લુપ્ત થવાના આરે છે. સરકારના મતે, આ ઘટનાઓ દેશમાં ડાબેરી ઉગ્રવાદના અંત તરફ એક પગલું દર્શાવે છે.અમિત શાહે જણાવ્યું હતું કે છત્તીસગઢમાં અબુઝહમાડ અને ઉત્તર બસ્તર, જે એક સમયે નક્સલ આતંકનો ગઢ હતો, તેને હવે સંપૂર્ણપણે નક્સલમુક્ત જાહેર કરવામાં આવ્યા છે. નક્સલવાદીઓ હવે ફક્ત દક્ષિણ બસ્તરના કેટલાક વિસ્તારોમાં જ રહ્યા છે, જેનો પણ ટૂંક સમયમાં નાશ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે અમારી નીતિ સ્પષ્ટ છેઃ આત્મસમર્પણ કરનારા નક્સલીઓનું સ્વાગત છે, પરંતુ જે લોકો હથિયાર ઉપાડવાનું ચાલુ રાખે છે તેમને સુરક્ષા દળો દ્વારા કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.અમિત શાહે એમ પણ કહ્યું હતું કે જાન્યુઆરી ૨૦૨૪ માં છત્તીસગઢમાં ભાજપ સરકારની રચના થયા પછી, ૨,૧૦૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, ૧,૭૮૫ ની ધરપકડ કરવામાં આવી છે અને ૪૭૭ ને તટસ્થ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ બધું ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં નક્સલવાદને નાબૂદ કરવાના સંકલ્પ તરફ એક નક્કર પગલું છે. શાહે તમામ નક્સલવાદીઓને હિંસાનો ત્યાગ કરવા, શસ્ત્રો મૂકવા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા અને દેશની પ્રગતિમાં ભાગીદાર બનવા અપીલ કરી હતી.આ દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું હતું કે વિદેશમાં છુપાયેલા ગુનેગારોના પરત (પ્રત્યાર્પણ)ને ઝડપી બનાવવા માટે દરેક રાજ્યમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરતી એક ખાસ જેલ બનાવવી જાઈએ. વધુમાં, જે ગુનેગારો સામે ઇન્ટરપોલ રેડ નોટિસ જારી કરવામાં આવી છે તેમના પાસપોર્ટ રદ કરવા જાઈએ જેથી તેઓ વિશ્વભરમાં મુક્તપણે ફરી ન શકે.અમિત શાહે સીબીઆઈ દ્વારા “ભાગેડુ ગુનેગારોનું પ્રત્યાર્પણઃ પડકારો અને વ્યૂહરચના” શીર્ષક હેઠળ આયોજિત એક પરિષદમાં આ ટિપ્પણી કરી હતી. શાહે કહ્યું હતું કે જ્યાં સુધી ભાગેડુઓ ભારતીય કાયદાથી ડરતા નથી ત્યાં સુધી રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરી શકાતી નથી.શાહે કહ્યું કે વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ઘણા ભાગેડુઓ વિદેશી અદાલતોમાં દલીલ કરે છે કે ભારતીય જેલો આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરતી નથી અને તેથી તેમનું પ્રત્યાર્પણ ન કરવું જાઈએ. તેમણે કહ્યું કે જા આ બહાનું હોય તો પણ આપણે આવી તક છોડવી જાઈએ નહીં, અને તેથી, દરેક રાજ્યની રાજધાનીમાં આવી જેલો બનાવવી જાઈએ. અમિત શાહે માહિતી આપી કે ભારતમાં હાલમાં વિશ્વભરના વિવિધ દેશોમાં ૩૩૮ પ્રત્યાર્પણ વિનંતીઓ પેન્ડીંગ છે. આ વિનંતીઓ આર્થિક ગુનાઓ, આતંકવાદ અને ડ્રગ હેરફેર જેવા ગંભીર મુદ્દાઓ સાથે સંબંધિત છે.