રાજ્યમાં ખાનગી શાળાઓની ફી નિયમન કરતી ફી રેગ્યુલેટરી કમિટીએ અમદાવાદની ચાર શાળાઓને પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. આ ચારેય શાળાઓ એફઆરસીએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી વાલીઓ પાસે વસૂલી રહી હતી. આ ચાર શાળાઓમાં અમદાવાદની જેમ્સ જિનેશિસ, શિવ આશિષ, તુલીપ ઇન્ટરનેશનલ અને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. અગાઉ આ શાળાઓને નોટિસ ફટકારી ખુલાસો કરવા જણાવાયું હતું. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ખાનગી શાળાઓ વાલીઓ પાસેથી વધુ પડતી ફી વસૂલ ન કરે અને ફીનું એક સરખું ધોરણ જળવાઈ રહે તે માટે ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી છે.
ખાનગી શાળાઓએ જે તે ફીનું ધોરણ નક્કી કરવા માટે એફઆરસીમાં દરખાસ્ત કરવાની હોય છે. દરખાસ્તમાં જરૂરી દસ્તાવેજાના આધારે એફઆરસી સ્કૂલની ફી નક્કી કરતી હોય છે. પરંતુ અમદાવાદની ચાર શાળાઓ એફઆરસીએ નિયત કરેલી ફી કરતા વધુ ફી વસુલતી હોવાનું સામે આવતા આ શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. હ્લઇઝ્ર ના નિયમોનું પાલન ન કરવા બદલ, ફી નિયમન સમિતિએ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમ્સ જિનેસિસ, શિવ આશિષ અને તુલિપ ઇન્ટરનેશનલ સ્કૂલને દંડ ફટકાર્યો છે.
વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે દરખાસ્ત કરેલ ફી વસૂલી લીધી હતી.એફઆરસીએ ફી વધારો મંજૂર ના કર્યો હોવા છતાં ફી વસૂલી લીધી હતી. જેમ્સ જિનેસિસ, શિવ આશિષ અને તુલીપ સ્કૂલે પ્રી પ્રાયમરીની ફી મંજૂર કરાવ્યા વિના જ ઉઘરાવી લીધી હતી. અમદાવાદની ૪ શાળાઓને હ્લઇઝ્ર એ પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. પાંચ લાખનો દંડ કરવા સાથે વાલીઓને ફી સરભર કરી આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ચારેય શાળામાં પ્રી-પ્રાઇમરિ સ્કૂલ અને પ્રાથમિક તેમજ માધ્યમિક શાળા એક જ કેમ્પસમાં ચાલે છે. છતાં શાળા સંચાલકો દ્વારા એફઆરસીના નિયમ અનુસાર ફી વસૂલવામાં આવતી ન હતી અને શાળા સંચાલકો પોતાના મન ફાવે તેમ ફી વસૂલ કરતા હતા. તેથી શાળા સંચાલકો વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.







































