છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલે કહ્યું કે બસ્તર ક્ષેત્રમાં નકસવાદ વધવાની પાછળ બેરોજગારી પણ એક કારણ છે.તેમણે કહ્યું કે ફકત બંદુકો અને ગોળીઓ જ દાયકા જુની સમસ્યાનું સમાધાન કરી શકે નહીં અને વિકાસ જ એકમાત્ર રસ્તો છે બધેલે કહ્યું કે સરકારે નકસવાદ પ્રભાવિત ક્ષેત્રોમાં બાળકો માટે અંગ્રેજી માધ્યમની સ્કુલો સહિત અનેક વિદ્યાલયોને ફરીથી ખોલી છે.મુખ્યમંત્રીએ કહ્યું કે મને લાગે છે કે સમસ્યા (નકસલવાદ)ના મૂળ કારણને અથવા તો ખોટું સમજવામાં આવ્યું અથવા પૂર્વમાં તેને નજરઅંદાજ કરવામાં આવ્યું સત્તા સંભાળ્યા બાદ અમે અનુભવ્યું કે ફકત બંદુકો અને ગોળીઓ જ સમસ્યાનું સમાધાન થઇ શકે નહીં.
બધેલે કહ્યું કે અમે દાયકા જુની આ સમસ્યાને હલ કરવા માટે ૩૬૦ ડીગ્રીની રણનીતિની જરૂરત છે મને એ બતાવવામાં ખુશી છે કે અમે ધીરે ધીરે પોતાના પ્રયાસમાં સફળ થઇ રહ્યાં છીએ મુખ્યમંત્રીએ કહ્યું કે અમે સ્થાનીક સમુદાયોની સાથે ચર્ચા વિચારણા શરૂ કરી અને તેમને પુછયું કે સમસ્યાના હલ માટે તેમની પાસે શું વિચાર છે તથા તેમને જીવનને સારૂ બનાવવા માટે શું ઇચ્છે છે ત્યારબાદ અમે તેમના દૈનિક જીવનમાં આવનારી સમસ્યાઓનું સમાધાન કરવાનું શરૂ કરી દીધુ મુખ્યમંત્રીએ કહ્યું કે બસ્તરમાં નકસલ સમસ્યા વધવાની પાછળ બેરોજગારી પણ એક કારણ છે તેમણે કહ્યું કે અમે સમસ્યાના સમાધાન માટે અનેક પગલા ઉઠાવ્યા છે.સ્થાનિક લોકોને રોજગાર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.