નકળંગધામ પાડરશીંગા મુકામે શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ, પ્રથમ પ્રતિષ્ઠા પાટોત્સવ અને વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૬ મેના રોજ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનો શુભઆરંભ થશે. તેમજ મંદિરનો પ્રથમ પ્રતિષ્ઠા પાટોત્સવ અને વિષ્ણુયાગ યજ્ઞ ૨૦ મેના રોજ યોજાશે જેમાં આચાર્ય પદે પાડરશીંગા વાળા શાસ્ત્રી કિશોરદાદા વિધિ કરાવશે. ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી દીપકભાઈ મહેતા કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય સવારના ૮ થી ૧૧ અને બપોરના ૩ થી સાંજના ૬ઃ૩૦ સુધી રાખેલ છે. તેમજ ૧૯ને રવિવારે સવારના ૧૦ઃ૩૦ કલાકે સંત દર્શન અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરના સંતોની ઉપસ્થિતિમાં ૧૨ વાગે ગૌશાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત કલાકારો દ્વારા સંતવાણી, લોકડાયરો, ડાક ડમરુ સાથે રાખવામાં આવ્યો છે.