જિલ્લાના તમામ ધારાસભ્યો અને સંસદસભ્ય સહિતનાં આગેવાનોની ઉપસ્થિતિ
અમરેલી તાલુકા પંચાયતનાં પ્રમુખ કિશોરભાઈ કાનપરીયાનાં નામે નકલી લેટરપેડ બનાવી નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પર ગંભીર આક્ષેપો કરવામાં આવતા જિલ્લાભરના ભાજપના કાર્યકરોમાં આક્રોશ વ્યાપી ગયો છે. અને આ મુદ્દે ધારાસભ્યનાં સપોર્ટમાં સી.આર.પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને રજની પટેલને જિલ્લાનાં તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્ય, તમામ તાલુકા પંચાયતનાં પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, ૪૦થી વધુ ગામના સરપંચો અને મોટી સંખ્યામાં કાર્યકરો ગાંધીનગર કમલમ ખાતે આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે રજૂઆત કરી હતી. આ ઘટનાની પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ પણ ગંભીર નોંધ લીધી છે અને આ ઘટનામાં જે કોઈપણ સંડોવાયેલા હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.