સમગ્ર ગુજરાતમાં નકલીની બોલબાલા છે. એક પછી એક નકલી સરકારી અધિકારીઓના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નવસારીમાંથી નકલી સીએમઓ અધિકારી પકડાયા બાદ હવે અમદાવાદથી ગાંધીનગર સચિવાલયના નકલી અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. અધિકારીની ઓળખ આપી વધુ એક શખ્સે છેતરપિંડી કરી. ગાંધીનગર સચિવાલયના અધિકારીની ઓળખ આપીને છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નકલી પોલીસ, નકલી ઝ્રર્સ્ં અધિકારી, નકલી ડોક્ટર કે નકલી અધિકારી પકડવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે, ત્યારે ગાંધીનગર સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપીને છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગાંધીનગર સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપીને સરકારી મકાનની ફાળવણી કરવાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા. આ શખ્સે પીએમ આવાસ યોજનાનું મકાન આપવાના બહાને છેતરપિંડી આચરીને ૨૦ લાખ રૂપિયા પડાવી લીધા, પરંતુ બદલામાં મકાન ન અપાતા આ શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વિરમ રાઠોડ નામના શખ્સ વિરુદ્ધ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અધિકારીની ઓળખ આપીને સરકારી મકાનની ફાળવણી કરવાના બહાને ૨૦ લાખ રૂપિયા પડાવી લીધા બાદ પછી મકાનની ફાળવણી ન કરવામાં આવતા ભોગ બનનારે વિરમ રાઠોડ નામના શખ્સ સામે આનંદ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.