ફિલ્મમાં ભૂતકાળની ઘટનાઓને તથ્યપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી છે.
(એચ.એસ.એલ),નવીદિલ્હી,તા.૨૧
હરિયાણા સરકારે ગુજરાતના ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ને ટેક્સ ફ્રી કરી છે. મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ તેમની કેબિનેટ સાથે ફિલ્મ જાયા બાદ આ જાહેરાત કરી છે. અગાઉ, વિક્રાંત મેસી-રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા અભિનીત ‘ધ સાબરમતી રિપોર્ટ’ને પણ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કરમુક્ત કરવામાં આવી હતી.મોદીએ પણ ગુજરાતની ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના વખાણ કર્યા છે.
ગઈકાલે સાંજે ચંદીગઢ આઈટી પાર્કના ડીટી મોલમાં મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની તેમના મંત્રીઓ સાથે ફિલ્મ જાવા
આભાર – નિહારીકા રવિયા પહોંચ્યા હતા. તેમની સાથે કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા. આ દરમિયાન તેમની સાથે ઘણા ધારાસભ્યો અને ફિલ્મ નિર્દેશક એકતા કપૂર પણ હાજર હતા. ફિલ્મ જાયા પછી, મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે સાબરમતી રિપોર્ટ રાજ્યમાં કરમુક્ત રહેશે, ત્યાં તેને મનોરંજન કરમાંથી મુÂક્ત આપવામાં આવશે. ફિલ્મ જાયા બાદ સીએમ નાયબ સૈનીએ કહ્યું કે ફિલ્મમાં ભૂતકાળની ઘટનાઓને તથ્યપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી છે.
સીએમ નાયબ સૈનીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ આપણા તાજેતરના ઈતિહાસની સૌથી શરમજનક ઘટનાઓમાંની એક મહત્વની સત્યતાને પ્રતિબિંબિત કરે છે. ફિલ્મ નિર્માતાઓએ આ મુદ્દાને ખૂબ જ સંવેદનશીલતા અને ગૌરવ સાથે રજૂ કર્યો છે. આ ફિલ્મ દ્વારા ૫૯ નિર્દોષ પીડિતોને પણ તેમના વિચારો વ્યક્ત કરવાનો મોકો મળ્યો છે.દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌના પ્લાસિયો મોલમાં ગુજરાતની ગોધરા ઘટના પર આધારિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ નિહાળી હતી. ફિલ્મ જાયા બાદ તેમણે રાજ્યમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. શહીદ પથ પર Âસ્થત ફિનિક્સ પેલેસિયો મોલમાં સવારે ૧૧.૩૦ કલાકે ફિલ્મના ખાસ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સીએમની સાથે કેબિનેટના સભ્યો અને વહીવટી અધિકારીઓ પણ ફિલ્મ જાવા માટે પહોંચ્યા હતા. આ ફિલ્મ ૧૫ નવેમ્બરે રિલીઝ થઈ હતી.આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ રોલમાં છે. ફિલ્મ કર્યા પછી વિક્રાંતે કહ્યું કે તેને ધમકીઓ મળી રહી છે. આ ફિલ્મ ૨૦૦૨માં ગુજરાતમાં કાર સેવકોથી ભરેલી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ લગાડવાની ઘટના પર આધારિત છે.ભાજપ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પહેલાથી જ સાબરમતી રિપોર્ટ્સને ટેક્સ ફ્રી કરી ચૂક્યા છે. આ જ ક્રમમાં હવે હરિયાણામાં પણ તેને ટેક્સ ફ્રી કરી દેવામાં આવ્યો છે. આ ફિલ્મ ૧૫ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. સાબરમતી રિપોર્ટમાં વિક્રાંત મેસી સાથે રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. જેનું નિર્દેશન ધીરજ સરનાએ કર્યું છે.થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ વિશે ટ્વટ કર્યું હતું. ક્વોટ સાથે ટ્વીટ કરતા તેમણે લખ્યું હતું કે, સારું છે કે સત્ય બહાર આવી રહ્યું છે અને તે પણ એવી રીતે જેથી સામાન્ય લોકો તેને સરળતાથી જાઈ શકે. નકલી કથા થોડા સમય માટે જ ટકી શકે છે. આખરે સત્ય બહાર આવે છે.