કોઇ પણ વસ્તુને નક્કર રુપ આપવાની ક્રિયા માટે અંગ્રેજીમાં cement એવું વર્બ છે. આ વર્બ બેઠેબેઠું એક પદાર્થના નામ તરીકે પણ વપરાય છે. “સિમેન્ટ” શબ્દ લેટિન “કેમેન્ટમમાંથી આવ્યો છે,” જેનો મતલબ થાય છે “રફ સ્ટોન.” સિમેન્ટનો સમૃદ્ધ અને રસપ્રદ ઇતિહાસ છે જે હજારો વર્ષોમાં ફેલાયેલો છે.
ઇજિપ્તવાસીઓએ ૨૫૦૦ બીસીઇની આસપાસ મહાન પિરામિડ બનાવવા માટે જીપ્સમ આધારિત સિમેન્ટનો ઉપયોગ કર્યો હતો. ગ્રીક અને રોમનોએ કોંક્રિટ માટે બંધનકર્તા એજન્ટ બનાવવા માટે ચૂનો, પાણી અને જ્વાળામુખીની રાખનું મિશ્રણ કરેલું. આનો ઉપયોગ પેન્થિઓન અને કોલોઝિયમ જેવી રચનાઓમાં કરવામાં આવ્યો હતો.
મધ્ય યુગમાં ચૂનો મોર્ટારનો બાંધકામમાં ઉપયોગ થતો રહ્યો, પરંતુ રોમન તકનીકોની સમજના અભાવને કારણે તેની ગુણવત્તામાં ઘટાડો થયો.
ઔદ્યોગિક ક્રાંતિ (૧૫૦૦ સીઇ – ૧૮૦૦ સીઇ) દરમ્યાન પોર્ટલેન્ડ સિમેન્ટ આવી. ૧૮૨૪ માં જોસેફ એસ્પડિન દ્વારા શોધ થઈ. એક ઇંગ્લિશ બ્રિકલેયર અને બિલ્ડરે ચૂનાના પત્થર, માટી અને અન્ય ખનિજોના મિશ્રણને ગરમ કરીને, વધુ મજબૂત, વધુ ટકાઉ સિમેન્ટ બનાવી.
પછી સિમેન્ટ પ્રોડક્શન શરુ થયું. પ્રથમ સિમેન્ટ ફેક્ટરી ૧૮૪૩ માં ઇંગ્લેન્ડમાં ખોલવામાં આવી હતી, જેમાં આધુનિક સિમેન્ટ ઉદ્યોગની શરૂઆત થઈ. આધુનિક યુગ (૧૮૦૦થી – વર્તમાન)માં તકનીકી અને ઉત્પાદન પ્રક્રિયાઓમાં પ્રગતિમાં સિમેન્ટ ઉત્પાદનની કાર્યક્ષમતા વધી અને ખર્ચમાં ઘટાડો થયો છે.
નવા પ્રકારની સિમેન્ટ અસ્તિત્વમાં આવી છે. વિવિધ પ્રકારની સિમેન્ટ વિકસિત કરવામાં આવી છે, જેમ કે મિશ્રિત સિમેન્ટ્‌સ, ઉચ્ચ-શક્તિવાળી સિમેન્ટ્‌સ અને ટકાઉ સિમેન્ટ્‌સ.
તેમ છતાં એક રસપ્રદ હકીકત એ છે કે પ્રાચીન રોમનોએ એક બંધનકર્તા એજન્ટ બનાવવા માટે ચૂના, પાણી અને જ્વાળામુખી રાખના મિશ્રણનો ઉપયોગ કર્યો હતો જે આધુનિક સમયના સિમેન્ટ કરતા વધુ મજબૂત હતો. રોમન સમયની ઇમારતો આજે પણ એના પુરાવા રુપે ઊભી છે. ટોની બેનેટે (“આઇ લેફ્‌ટ માય હાર્ટ ઇન સાન ફ્રાન્સિસ્કો”માં) ભલે ગાયું હોય કેThe Glroy of Rome is of Another Day” પણ સિમેન્ટ બાબતમાં તો એમ જ કહેવું પડે કે “ધ ગ્લોરી ઓફ રોમ ઇઝ નોટ ઓફ અનધર ડે…”
naranbaraiya277@gmail.com