ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જોડેજોના પત્નીનું સોમવારે મોડી સાંજે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે નિધન હતું. આ સમાચાર સાંભળી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શોક વ્યકત કર્યો હતો. ભિક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જોડેજો અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
આઇ.કે.જોડેજોના પત્ની ભિક્ષાબા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હવે આજે તેમના મૂળ વતન ધ્રાંગધ્રાના વિરાણીપા ખાતે આજે અંતિમ વિધિ થશે. હાલ જોડેજો પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભિક્ષાબાના અવસાનથી જોડેજો પરિવાર શોકમગ્ન થયો છે. સી.આર.પાટીલે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરતા શોક સંદેશ પાઠવીને જણાવ્યું હતું કે ઇશ્વર એમના દિવંગત આત્માને સદગતી આપે અને પરિવારના સભ્યો પર અચાનક આવેલા દુઃખને સહન કરવાની શક્તિ અર્પે તે માટે ઇશ્વરને પ્રાર્થના કરી.