અમદાવાદ ખાતે મેજર ઋષિકેશ રામાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ધો. ૫થી ૮ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે પ્રતિભા ટેલેન્ટ હન્ટ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કુશાભાઉ ઠાકરે હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના ચેરમેન સુજયભાઈ મહેતા, વિપુલભાઈ સેવક, ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વલ્લભભાઈ રામાણી તમામ ટ્રસ્ટીગણો, અધિકારીઓ, શિક્ષકો અને વાલીઓ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.