(૨) – વિષય: જીવવિજ્ઞાન: જીવવિજ્ઞાનમાં બધું આકૃતિઓ વિશે જ હોય છે, તેથી તમારે નિયમિતપણે નામ-નિર્દેશવાળી આકૃતિઓ દોરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. કારણ કે મોટાભાગના લાંબા જવાબોના પ્રશ્નો તમને નામ-નિર્દેશવાળી આકૃતિઓ દોરવાનું જ કહેશે. નામ-નિર્દેશ અગત્યનો છે કેમ કે એજ તમને માર્ક્સ મેળવવામાં મદદ કરશે. તમે આકૃતિ સરસ અને યોગ્ય રીતે દોરશો તો તમે ફાયદામાં રહેશો. ઉપરાંત, તમારે પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિ વિજ્ઞાન વિષયના સારા જાણકાર બની રહેવું પડશે. તમારે પરિભાષા અને મુખ્ય મુદ્દા યાદ રાખવા બાબતે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. એજ તમને પરીક્ષામાં સારા ગુણ અપાવશે. – અગાઉના પ્રશ્નપત્ર ઉકેલો: ધો.૧૨માં જીવવિજ્ઞાન એ માત્ર બોર્ડ પરીક્ષામાં જ નહીં, પરંતુ મેડિકલ પ્રવેશ પરીક્ષા જેવી નીટ અને અન્ય પ્રવેશ પરીક્ષા માટે પણ મહ¥વનો વિષય છે. તમને જીવવિજ્ઞાનની સારી સમજ હોવી જોઇએ. અગાઉના વર્ષોના પ્રશ્નપત્રોના સોલ્યુશનથી તમને બોર્ડની પરીક્ષામાં મુશ્કેલી નહીં પડે. અગાઉના પ્રશ્નપત્રોને સમયમર્યાદામાં ઉકેલવાથી તમને આખી પરીક્ષા દરમિયાનનું સમય સંચાલન મળી રહેશે.
– મહ¥વની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો: તમે પરીક્ષાના માળખાંથી પૂરેપૂરા વાકેફ હોવા જોઈએ. અગાઉના વર્ષોના પ્રશ્નપત્રોનું વિશ્લેષણ કરી, તમને જરુરી લાગે તેવી તમામ પદ્ધતિથી પ્રશ્નો મળી શકશે. જેનું સામાન્ય રીતે દર વર્ષે પુનરાવર્તન થતું હોય છે. એ વિષયોની નોંધ કરીને આગળની યોજના બનાવો.
– જીવવિજ્ઞાનની આકૃતિ અને નામ-નિર્દેશ: જીવવિજ્ઞાનને એક એવા વિષયરુપે પણ જોવો જરુરી છે, જેમાં કન્સેપ્ટનું પુનરાવર્તન કરીને પ્રેક્ટિસથી યાદ રાખી શકાય છે. વધુમાં વધુ ગુણ મેળવવા માટે તમારે નિયમિત રીતે
આકૃતિઓ અને નામ-નિર્દેશની પ્રેક્ટિસ ચાલુ જ રાખવી જોઈએ.
– વ્યવસ્થિત લેખવું: વિદ્યાર્થીઓએ પાછલા વર્ષના પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરીને તેમના જવાબોને સારી રીતે વ્યાખ્યાયિત સ્વરુપમાં લખવાનું શીખવું જોઈએ. લાંબા જવાબોમાં પરિચય, મુખ્ય ભાષા અને નિષ્કર્ષનો સમાવેશ કરવો જોઈએ. – સમય સંચાલન ઃ જે સમયનું સંચાલન કરે છે, તેને સમય સાચવી જાણે છે. પોતાના સમયનો ધ્યાનપૂર્વક ઉપયોગ કરવો એ ખૂબ જરુરી છે. તમે આકૃતિ, લાંબા-ટૂંકા જવાબો અને અન્ય અભ્યાસને પૂરો કરવામાં કેટલો સમય લો છો તેને ધ્યાનમાં રાખીને આગળ વધો. સમયને બરાબર અનુસરીને ઝડપ અને સચોટ રીતે પેપર લખો. – પરીક્ષાના એક માસ પૂર્વે: જીવવિજ્ઞાનમાં દરેક વિષયદીઠ નોંધનીય કન્સેપ્ટની નોંધ લઇ તેના પર ધ્યાન આપો. ઓનલાઈન પાઠ અને પ્રેક્ટિસ પરીક્ષાઓ પણ વિષયને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકશે.
– ગુજરાત બોર્ડના પેપર: પરીક્ષાની તૈયારી દરમિયાન તમારે જવાબની પુસ્તિકા સાથે બોર્ડના ઓનલાઈન પ્રશ્નપત્રોની પણ પ્રેક્ટિસ કરવી જોઈએ. આ જવાબો સ્ટ્રેટેજીને વિકસાવવામાં મદદરુપ બનશે. એ સિવાય, છેલ્લાં પાંચ વર્ષની જવાબ પુસ્તિકાઓની નોંધ રાખો.
– પરિભાષા પર ધ્યાન આપો: જીવવિજ્ઞાનની કુદરતી પ્રક્રિયાઓનું સંપૂર્ણ જ્ઞાન તમારી પાસે હોવું જરુરી છે. એ માટે તમારે પરિભાષા અને મુખ્ય મુદ્દા યાદ રાખવામાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ પરીક્ષા સારા અને વધુ ગુણ મેળવવામાં મદદગાર બની રહેશે.
– તુલના ના કરો: દરેકે દરેક વિદ્યાર્થીની અભ્યાસની રીત અને દિનચર્યા અલગ અલગ હોય છે. તેથી મહ¥વના મુદ્દાને ફરીથી તપાસીને તેને પુનરાવર્તિત કરવા જરુરી છે. જેથી તમારે અન્ય કોઇપણ સાથે સફળતાની તુલના ન કરવી જોઈએ.
……………( વધુ ચર્ચા આવતા બુધવારે )
(ક્રમશઃ)