રાજુલામાં ડોળીના પટમાં રહેતા રજાકભાઈ કરીમભાઈ લઠ્ઠા (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર રિઝવાન (ઉ.વ.૩૨)એ તેના પરફેક્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર ટેકનોલોજી નામના કોમ્પ્યુટર ક્લાસીસમાં કોઇ મહિલાની ધોરણ-૧૨ ની ખોટી કેરલા બોર્ડની માર્કશીટ બનાવી હતી. બાબતે મરણજનારને તા.૩૦/૦૮/૨૦૨૪ ના રોજ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને બાદ તા.૩૧/૦૮/૨૦૨૪ ના રોજ જરૂરી આધાર-પુરાવા સાથે હાજર રહેવાનું કહ્યું હતું. તેના વિરૂદ્ધમાં ખોટી માર્કશીટ બનાવ્યા બાબતેનો ગુનો દાખલ થશે તો પોતાની આબરૂ જશે અને બદનામી થશે તે વાતનું તેને મનમાં લાગી આવતા મરણજનારે તા.૩૧/૦૮/૨૦૨૪ ના રોજ સવારના આઠ વાગ્યે પોતાના ઘરે પોતાની મેળે એસિડ પી’ લેતા સારવાર દરમિયાન
તા.૦૯/૦૯/૨૪ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મરણ પામ્યો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.કે. વરૂ વધુ તપાસ કરી રહ્યા છે.