છત્તીસગઢ સરકાર હવે ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ટોપ કરનાર વિદ્યાર્થીઓને હેલિકોપ્ટરની સવારી કરાવશે.મુખ્યમંત્રી ભુપેશ બધેલે તેની માહિતી આપી હતી મુખ્યમંત્રીએ કહ્યું કે બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવા માટે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં જીલ્લામાં ટોપ કરનાર વિદ્યાર્થીઓને હેલિકોપ્ટર રાઇડ કરાવવામાં આવશે
મુખ્યમંત્રીએ કહ્યું કે તેનાથી અન્ય છાત્ર છાત્રાઓ પણ પ્રોત્સાહિત થશે અને તેમના સપનાને ઉડાન મળશે.ધો.૧૦ અને ૧૨ના પ્રદેશ અને જીલ્લા ટોપર્સને મુખ્યમંત્રી ટોપર્સ રાઇડથી અનોખી અભિપ્રેરણા મળશે.મુખ્યમંત્રીએ કહ્યું કે જો આપણા વિદ્યાર્થીઓને કોઇ અનોખી પ્રેરણા મળે,કોઇ અનોખુ પ્રતિફળ નિર્ધારિત થશે તો તેમાં સફળતા પ્રાપ્ત કરવાની અભિપ્રેરણાનું સ્તર વધુ વધી જશે.
એ યાદ રહે કે છત્તીસગઢ બોર્ડ ૧૦ની પરીક્ષાઓ ૩ માર્ચ સુધી આયોજીત કરવામાં આવી હતી જયારે ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ બે માર્ચથી ૩૦ માર્ચ સુધી આયોજીત કરવામાં આવી હતી પરીક્ષાઓમાં સામેલ થયેલ વિદ્યાર્થીઓ હવે પોતાના પરિણામની રાહ જોઇ રહ્યાં છે બોર્ડમાં અત્યાર સુધી પરિણામની તારીખ સંબંધમાં કોઇ માહિતી જોરી કરવામાં આવી નથી પરંતુ સંભવ છે કે પરિણામ આ મહીને જોરી કરી દેવામાં આવશે