રાજ્યમાં આજે ધો. ૧૦નું પરિણામ જાહેર થયું છે. જેમાં અમરેલી જિલ્લાનું ૬૮.ર૬% પરિણામ આવ્યું છે. જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાસભા સ્કૂલે એસએસસીમાં પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. શાળાના ૧ર વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ તથા ટ્રસ્ટીઓએ અને કેમ્પસ ડાયરેક્ટર હસમુખભાઇ પટેલે તેમને અભિનંદન સહ શૈક્ષણિક ક્ષેત્રે સફળતાના શિખરો સર કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
વિદ્યાસભા સ્કૂલનું પરિણામ ૯૬.૧ર% રહ્યું છે. જેને લઇ વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે.