ધો. ૧૦નું પરિણામ જાહેર થતા જ ઉત્કૃષ્ટ રિઝલ્ટ લાવનાર તારલાઓ પર અભિનંદનની વર્ષા થઇ રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલ ધારીના આંબરડી ગામની વતની અને હાલ સુરત રહેતી કાવ્યા રાજેશભાઇ કોલડીયાએ રાજ્યમાં અમરેલી જિલ્લાનો ડંકો વગાડ્યો છે. કાવ્યા કોલડીયાએ ૯૯.૯૯% સાથે રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ મેળવી તેણીએ અમરેલી જિલ્લા સહિત લેઉવા પટેલ સમાજનું પણ નામ રોશન કર્યું છે. તેણી પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.