સમગ્ર રાજયમાં ધો.૧૦નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. જેમાં અમરેલી જિલ્લાની શાળાઓએ પણ ધો.૧૦ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ છે.
બગસરા તાલુકાના હડાળા ગામે આવેલ દેસાઈ એજ્યુકેશનનું પરિણામ ૯૮.૧૮% આવતા વિદ્યાર્થીઓ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ધો.૧૦માં દેસાઈ એજ્યુકેશનના ૯ વિદ્યાર્થીઓએ ૯૦ ઉપર પીઆર મેળવ્યા છે. તો ૧૪ વિદ્યાર્થીઓએ ૮૦ ઉપર પીઆર મેળવ્યા છે. દેસાઈ એજ્યુકેશનના વિદ્યાર્થીઓમાં પ્રિયાંશી ગજેરાએ ૯૯.૯૬ પીઆર, જેન્સી ગેવરીયાએ ૯૯.પ૯ પીઆર અને નિયતી સાગઠીયાએ ૯૯.૩પ પીઆર મેળવ્યા છે. આ સંસ્થામાં ધો.૧થી ૧૦માં સ્માર્ટ ટીવીના માધ્યમથી શિક્ષણ કાર્ય કરાવવામાં આવી રહ્યુ છે. સાથે જ લાયકાત ધરાવતા શિક્ષકો અને સંચાલકોની હાજરીથી બાળકો પર સીધી દેખરેખ રાખવામાં આવે છે. ગુજરાત બોર્ડની સાથે જ જી/નીટ અને ગુજકેટની વિશેષ તૈયારી પણ કરાવવામાં આવે છે. સંસ્થામાં ધો.૧૧-૧ર કોમર્સ અને ધો.૧૧-૧ર સાયન્સના વર્ગો પણ ચાલે છે. વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધાયુકત હોસ્ટેલ પણ આ સંસ્થામાં આવેલી છે. ધો.૧૦માં વિદ્યાર્થીઓએ સુંદર દેખાવ કરતા સંસ્થાના સ્વપ્નદૃષ્ટા ધીરૂભાઈ દેસાઈએ બાળકોને અભિનંદન પાઠવ્યા છે.