અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો વણથંભ્યો રહ્યો હતો. ધોળાદ્રી-જાફરાબાદ રોડ પર ગોળાઈમાં એસટી બસે ટક્કર મારતાં યુવક ઈજાગ્રસ્ત થયો હતો. બનાવ અંગે જીકાદ્રી ગામે રહેતા આણંદભાઈ ગોવિંદભાઈ પરમાર (ઉ.વ.૨૭)એ એસ ટી બસ નંબર જીજે-૧૮-ઝેડ-૩૬૨૭ના ડ્રાયવર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ બેંકનું કામ પતાવીને પોતાના ગામ નવી જીકાદ્રી આવતા હતા તે સમયે બપોરે બે વાગ્યા આસપાસ ધોળાદ્રી ગામ પાસે રોડ પર ગોળાઈમાં પહોંચતા સામેથી આવતી એસટી બસના ચાલકે ટક્કર મારી હતી. જેમાં તેમને ફ્રેક્ચરની ઈજા પહોંચી હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એન. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.










































