વર્તમાન સમયમાં પણ પશુ બલિ પ્રથા જાઈને આશ્ચર્ય જરૂર થાય પરંતુ આજેય એવી ઘટનાઓ ઘટતી રહે છે. કોઇ નાના કે છેવાડાના ગામડામાં નહિ પરંતુ અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પણ અંધશ્રદ્ધા હજી જાવા મળે છે.ધોલેરા સિટીમાંથી ૫ પશુ બલિ આપવા તૈયાર કરવામાં આવ્યા હતા જા કે વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પશુઓની બલિ ચઢાવવામાં આવે એ પહેલા જ પહોચી ગઈ હતી અને પાંચ અબોલ જીવને બચાવી લીધા છે.
મળતી વિગત અનુસાર ધોલેરા સિટીમાં વાલ્મિકી વાસ વિસ્તારમાં આવેલ માતાજીના મઢ ખાતે પશુ બલિ આપીનેપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ બરાબર પશુઓની બલિ ચઢાવવામાં આવે એ પહેલા જ વિદ્યાન જાથાની ટીમ અને પોલીસ મળીને ઘટના સ્થળે પહોચી જતા પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. સાથે સાથે ઘટના સ્થળ ઉપરથી પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ૫ આરોપી સાથે ૫ બકરાઓ અને ૧ વિદેશી દારૂની બોટલ તેમજ તલાવાર સહીત અન્ય કેટલીક વસ્તુઓ અને પૂજન સામગ્રી પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધારી હતી. પ્રાથમિક તપાસમાં બાળકના જન્મ અંગેની માનતા હોવાથી બાળકનો જન્મ થતા માનતા પૂરી કરવાની વાત સામે આવી છે જા કે હજી પોલીસ તપાસ ચાલુ છે અને આગળ કાર્યવાહી બાદ વધુ વિગત મળી શકવાનું પોલીસનું કહેવું હતું.