ધોરાજી શહેરમાં ગઈકાલે લોહાણા વાડી ખાતે એક વિશાળ બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૦૦૦થી વધુ ભૂદેવોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ભવ્ય આયોજન બ્રહ્મ સમાજના અગ્રણી સાધક અને વિદ્વાન ભૂદેવ સંદીપભાઈ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના એક મહિનાના અનુષ્ઠાન નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં ગિરનાર મંડળના સાધુ-સંતો સહિત ધોરાજી બ્રહ્મ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.