સમગ્ર સૌરાષ્ટ્રમાં ભૂલકાઓ માટે ધોરાજીમાં ખાસ ભૂલકા ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રૂપ દ્વારા આ વર્ષે પણ ભૂલકાં ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લાં ૨૨ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિનાં ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે અને ભેટ-સોગાત-લ્હાણી પણ આપવામાં આવે છે. ધોરાજી ખરાવાડ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપના પ્રમુખ સી.સી. અંટાળાએ જણાવેલ કે ૨૨ વર્ષ પહેલાં માત્ર ભૂલકાંઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરુ કરવામાં આવી હતી. પ્રતિવર્ષ ૧૧૦૦ દીકરા, દીકરીઓ કોઇપણ જાતના ધર્મ જાતિનાં ભેદભાવ વિના એકસાથે ગરબા રમે છે.